ભાજપના જ સાંસદે કહ્યું ‘મોદી સરકારે પણ અર્થવ્યવસ્થા ડૂબાડી દીધી’ આ વાતથી ઘણા બધા ભારતીયો સહમત હશે

ભાજપના આ સાંસદ ઘણી વાર પોતાની જ સરકાર વિરુધ્ધ ટીપ્પણીઓ કરતાં હોય છે, આજે ભારતની અર્થવ્યવસ્થાને લઈ આવી વાત કહી છે

ભારતના ખેડૂતોએ કિસાન બિલ પર જે આંદોલન કર્યું હતું તેમાં પણ કેન્દ્ર સરકારને ઘણા બધા સારા માર્ગ બતાવ્યા હતા, ત્યારે તેમણે PM મોદીને પત્ર લખ્યો હતો અને કહ્યું હતું કે તમે આ કાયદાને દેશભરમાં લાગુ ના કરો પણ જે રાજયોને આ કાયદો લાગુ કરવો હોય તેમને સ્વતંત્ર રીતે નિર્ણય લેવા દો. ભારતીય જનતા પાર્ટીના રાજયસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ફરી એક વાર મોદી સરકાર પર શાબ્દિક હુમલો કર્યો છે. સ્વામીએ ટ્વિટ કરીને કહ્યું કે સરકાર આર્થિક મોરચા પર અસફળ રહી છે. તેમણે કહ્યું કે મોદી સરકારે પણ અર્થવ્યવસ્થા ડૂબાડી દીધી, મારી આ વાતથી ઘણા બધા ભારતીયો સહમત હશે.

આ પહેલા પણ અનેક વાર સ્વામીએ મોદી સરકારની વિરોધી ટીપ્પણીઓ
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ અનેક વાર સ્વામીએ મોદી સરકારની વિરોધી ટીપ્પણીઓ કરી છે.સ્વામીએ કહ્યું કે દેશના નાણા મંત્રાલયમાં જે લોકો બેઠા છે તેઓ અલ્પબુદ્ધિના છે. હું પ્રધાનમંત્રીનો જુનો દોસ્ત હોવાથી જાણું છું કે તેમણે આજ્ઞાકારી લોકો સારા લાગે છે. આ તેમની નબળાઈ છે. તેઓ ઈચ્છે છે કે લોકો તેમની આજ્ઞા પ્રમાણે ચાલે. સ્વતંત્ર રીતે કામ કરનાર લોકો મોદીને ગમતા નથી. આ કારણે મને સરકારમાંથી દૂર રાખવામાં આવ્યો.

પેટ્રોલના વધતાં ભાવને લઈ પણ કરી હતી ટીકા
સ્વામીએ કહ્યું હતું રામના ભારતમાં સીતાના નેપાળ અને રાવણની લંકાની સરખામણીએ વધારે કિંમત પર પેટ્રોલ મળી રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટના ભાષણમાં પેટ્રોલ પર પ્રતિ લીટર 2.5 રુપિયા અને ડિઝલ પર ચાર રુપિયા પ્રતિ લીટર સેસ(ઉપકર) લગાવવાની જાહેરાત કરી હતી. ભાજપના નેતા સ્વામીએ એક ફોટો શેર કર્યો છે. જેમાં લખ્યું છે કે રામના ભારતમાં પેટ્રોલની કિંમત 93 રુપિયા, સીતાના નેપાળમાં 53 રુપિયા અને રાવણની લંકામાં 51 રુપિયા છે. ઉલ્લેખનીય છે કે ગત 3 દિવસથી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ફેરફાર થયો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો