‘લોકડાઉનના સમયગાળામાં અધિકારીઓ, પદાધિકારીઓ અને વચેટીયા લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે છે, ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવે’ ભાજપના સાંસદ મનસુખ વસાવાનો સીએમને પત્ર

ભરૂચ લોકસભા બેઠકના સાંસદ મનસુખ વસાવાએ સીએમ વિજય રૂપાણને પત્ર લખીને અધિકારીઓ અને પદાધિકારીઓપર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યાં છે અને નર્મદા અને ભરૂચ જિલ્લાની તાલુકા અને જિલ્લા પંચાયતોમાં ચાલતા ભ્રષ્ટાચારની ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લોકડાઉનના સમયગાળામાં તેમને ગરબડો કરવાનું મોકળુ મેદાન મળી ગયુ છેઃ મનસુખ વસાવા

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સીએમને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, નર્મદા અને ભરૂચ જિલ્લામાં તાલુકા અને જિલ્લા પંચાયતો બીટીપી અને કોંગ્રેસના ગઠબંધનની છે તથા ધારાસભ્યો પણ આદિવાસી વિધાનસભામાં બીટીપીના છે, જેના કારણે ગુજરાત પેટર્ન તથા અન્ય વિકાસની યોજનાઓનું અમલીકરણ તેઓ દ્વારા જ થાય છે. પરંતુ મોટાભાગના કામોમાં ખુબ જ ભ્રષ્ટાચાર થાય છે. ગુજરાત પેટર્નની યોજનાઓનો લાભ આદિવાસીઓને મળવો જોઇએ તેના બદલે અમલીકરણ અધિકારીઓ અને પદાધિકારીઓ તથા તેમના વચેટીયા લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. કેટલાક અધિકારીઓની વિગતો અગાઉ આપને અને ગણપતસિંહ વસાવાને આપી હતી. પરંતુ લોકડાઉનના સમયગાળામાં તેમને ગરબડો કરવાનું મોકળુ મેદાન મળી ગયુ છે. તેથા બંને જિલ્લામાં તાલુકા અને જિલ્લા પંચાયતોમાં ચાલતા ભ્રષ્ટાચારની ઉચ્ચસ્તરીય તપાસ કરાવવા મારી નમ્ર વિનંતી છે.

મનસુખ વાસવા 30 વર્ષોથી ચૂંટાય છે, તો કેમ આજે આદિવાસીઓની હાલત કફોડી છેઃ બહાદુર વસાવા

બીટીપીના પ્રદેશ પ્રમુખ અને નર્મદા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન બહાદુર વસાવાએ જણાવ્યું હતું કે, તેમની સરકાર ઘણા વર્ષોથી છે, આદિવાસી બેઠક પર મનસુખ વાસવા 30 વર્ષોથી ચૂંટાતા આવ્યા છે, તો કેમ આજે આદિવાસીઓની હાલત કફોડી છે. આ તો અમે પદ્ધતિસર અને સારું કામ કરીએ એ જોવાતું નથી. તેમને આવા આક્ષેપ લગાવવાનો કઈ હક નથી, તેમની સરકારના અધિકારીઓ પર પણ આક્ષેપો કર્યાં છે, તપાસ કરાવી લે અમને કોઈ વાંધો નથી કહી સામે પણ આક્ષેપો કર્યાં હતા.

મનસુખ વસાવાએ અનેક વખત અધિકારીઓ પણ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યાં છે

ઉલ્લેખનિય છે કે, ભરૂચ લોકસભા બેઠકના સાંસદ મનસુખ વસાવા આ પહેલા પણ અધિકારીઓ ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપ કરી ચુક્યા છે અને અનેક વખત વિવાદમાં પણ આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો