ભાવનગરના ભાજપના સાંસદ ભારતીબેન શિયાળ પર કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો ઉમેશ મકવાણાએ લગાવ્યો આરોપ

ભારતીય જનતા પાર્ટી સાથે (Bharatiya Janata party) ઘણા સમયથી જોડાયેલા અને હાલમાં વેસ્ટર્ન રેલવેમાં ઝેડ આર યુ સીસી (ZRUCC) મેમ્બર તથા બોટાદ લોકસભાના સાંસદના પ્રતિનિધિ તરીકે ફરજ બજાવી રહેલા ઉમેશભાઈ મકવાણાએ (Umesh Makawana) તમામ પદ પરથી થઇ રહેલા ભ્રષ્ટાચાર બાબતે રાજીનામું આપ્યા હોવાનું પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું.

ઉમેશભાઈ મકવાણાએ સાંસદ (MP) ભારતીબેન શિયાળ (Bharatiben Shiyal) ઉપર ભ્રષ્ટાચારના (Corruption) આક્ષેપો (Allegations) મૂક્યા હતા તેમણે કહ્યું હતું કે તેમણે લોકોને લાગણીને માન આપ્યા વગર તળાજા મહુવા તાલુકાના વિવિધ સળગતા પ્રશ્નો, કોળી સમાજના ખેડૂતોની જમીન પચાવી પાડવામાં ઘણી મોટી ભૂમિકા ભજવી છે જેમાં તેઓ અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની પાસેથી મોટી લાંચ લઈને પોતાના સમાજના ગામો વેચી દીધા હોવાનું તેમણે આક્ષેપ કર્યા છે.

ઉપરાંત ગેરકાયદેસર માઇનિંગને કારણે આસપાસની જમીન બિનઉપજાઉં બની રહી છે. અને તેના માટે ભારતીબેન શિયાળને જવાબદાર ઠેરવ્યા છે. ઉપરાંત સાંસદ તરીકે તેમને મળતી લોક કામો કરવા માટેની ગ્રાન્ટ પણ મોટા કમિશનના દરે તેઓ દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી હોવાનો પણ આક્ષેપ કર્યો છે .

ઉપરાંત વેસ્ટન રેલ્વે ભાવનગર સંસદીય વિસ્તારમાં ચાલતા પ્રોજેક્ટ જેમાં બોટાદ સાબરમતી અને ઢસા-જેતલસર બ્રોડગેજ કન્વર્ઝન નું કામ ચાલી રહ્યું છે તેમાં પણ કરોડોનો ભ્રષ્ટાચાર થયો હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે તેમાં પણ સાંસદ ભારતીબેન શિયાળ દ્વારા મોટી લાંચ લીધી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

ઉપરાંત ભાવનગરથી સોમનાથ નેશનલ હાઈવે પર 2,000 કરોડનાં કામ ચાલી રહ્યા છે તે પણ ભાવનગર સંસદીય વિસ્તારમાં આવે છે તેમાં પણ ભારતીબેન શિયાળ દ્વારા મોટા પાયે લાંચ લીધા હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે.

આ તમામ કારણોને આગળ મૂકી ઉમેશ મકવાણા વેસ્ટન રેલ્વે ના zrucc મેમ્બર તથા સાંસદ ભાવનગર બોટાદ લોકસભા 15 ના પ્રતિનિધિ તરીકે રાજીનામું આપ્યા હોવાની જાહેરાત કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું અને રહીશ.

પરંતુ જે કોઈ નેતાઓ ભ્રષ્ટાચાર આચરતા હશે તેમને ઉઘાડા પાડીસ અને તે બાબતે પાર્ટીના સિનિયર નેતાઓનું તેમને ધ્યાન પણ દોર્યું છે તેવું જણાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો