અમદાવાદના ભાજપના MLAની દાદાગીરી; હાથ ખેંચી પોલીસકર્મીને કહ્યું- હું કહું એટલે ઊભા રહેવાનું નહિં તો સસ્પેન્ડ થશો, ક્યાં જતાં રહેશો ખબર નહિં પડે

અમદાવાદના અસારવાના ભાજપના ધારાસભ્ય પ્રદિપ પરમારની દાદાગીરીનો એક વીડિયો સામે આવ્યો છે. ધારાસભ્ય પ્રદિપ પરમાર શાહીબાગ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ટોઈંગ કરવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન ધારાસભ્ય પોતાની કારમાંથી નીચે ઉતર્યા અને પોલીસકર્મી સાથે બોલાચાલી કરી અને પોલીસકર્મીને સસ્પેન્ડ કરાવવાની ધમકી આપી હતી. આ ઉપરાંત આસપાસ ઉભેલા લોકોને પણ કહ્યું ધુઓને સાલાઓને હું બેઠો છું.

શાહીબાગ વિસ્તારમાં F ડિવિઝન ટ્રાફિકના પોલીસકર્મીઓ દ્વારા ટોઈંગ ક્રેન દ્વારા વાહન ટોઈંગ કરવામાં આવી રહ્યા હતા. આ દરમિયાનમાં રાજસ્થાન હોસ્પિટલ સામે રોડ પર પાર્ક કરેલ વાહન ટોઈંગ કરવામાં આવ્યું ત્યારે તે સમયે ભાજપના ધારાસભ્ય પ્રદીપ પરમાર પણ ત્યાંથી પોતાની કારમાં પસાર થઈ રહ્યા હતા. તેઓ આ જોઈને ઊભા રહ્યા હતા અને ટોઈંગ ક્રેનના ઇન્ચાર્જ ઉદેસિંહ પટેલને નીચે બોલાવ્યા હતા. ત્યાર બાદ પોતે ધારાસભ્ય હોવાનો રોફ જમાવ્યો હતો.

ધારાસભ્યએ ASI ઉદેસિંહ પટેલનો હાથ ખેંચીને કહ્યું કે ઊભા રહો અહીં, ત્યારે ASIએ કહ્યું કે હાથ ના પકડો તો ધારાસભ્યએ કહ્યું કે હાથ શું બધું પકડીશ.તે બાદ ધારાસભ્યએ પોતાની સાથે આવેલ વ્યક્તિને ASIનો ફોટો પાડવા જણાવ્યું હતું. બાદમાં ભાજપના ધારાસભ્યએ ધમકી આપતા કહ્યું કે હું કહું એટલે ઉભું રહેવાનું, નહિતર સસ્પેન્ડ થઈ જશો 2 મિનિટમાં, ઓળખો છો મને?

ત્યાર બાદ ટોળુ એકઠું થઈ જતાં ધારાસભ્યએ ધમકી આપવાનું ચાલુ જ રાખ્યું અને કહ્યું કે આ શીખવાડ્યું છે તમને લોકોને, મારી જોડે ઊભા રહો નહિં તો યાદ કરશો ક્યાં જતાં રહેશો ખબર પણ નહિં પડે. આટલું કહીને ધારાસભ્યએ ટ્રાફિક DCP તેજસ પટેલને ફોન લગાવ્યો અને કહ્યું કે ઉદેસિંહ નામના જમાદાર છે, 3693 બકલ નંબર છે. તેઓ રાજસ્થાન હોસ્પિટલ તરફ દિવસમાં 50 વખત ક્રેન લઈને આવે છે અને વાહન ટોઈંગ કરે છે. જે કહીને DCP સાથે ASIને વાત કરાવી હતી. આ દરમિયાન ધારાસભ્યએ આસપાસ ઉભેલા લોકોને કહ્યું કે ધોવોને સાલાઓને હું બેઠો છું. આ પ્રકારે જાહેરમાં દાદાગીરી કરીને ધારાસભ્યએ ખુલ્લેઆમ દાદાગીરી કરી હતી. માત્ર એટલું જ નહીં, પોલીસકર્મીને બદલી તથા સસ્પેન્ડ કરાવી દેવાની ધમકી આપી હતી.

ધારાસભ્ય પ્રદીપ પરમાર ગૃહમંત્રીના નજીકના હોવાથી આ પ્રકારે ધમકી આપી રહ્યા હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે અને જાહેરમાં ધારાસભ્ય બહાર આવ્યા ત્યારે તેઓ પણ માસ્ક વિના જ જોવા મળ્યા હતા.

ધારાસભ્યએ પોલીસકર્મીને બદલી અને સસ્પેન્ડ કરાવવાં સુધીની ધમકી આપી હતી કે અંગેનો અહેવાલ પણ દિવ્યાભાસ્કરમાં પ્રસિદ્ધ થયો છે જે બાદ ધારાસભ્યએ પોતે આપેલ ધમકી મામલે લુલો બચાવ કરતા કહ્યું કે, ‘હું જઈ રહ્યો હતો અને પોલીસે એક દર્દીનું વાહન ટોઈંગ કર્યું તેથી મેં ‘કેમ ટોઈંગ કરો છો’ તેવું જ કહ્યું હતું અને આ ખરી સત્ય ઘટના છે.’ હકીકતમાં ધારાસભ્યએ ASIને તેમના DCP સાથે વાત કરાવી હતી અને ધમકી આપી હતી. બાદમાં પોલીસ સ્ટેશન પહોંચતા જ પોલીસકર્મીને તાત્કાલિક ટોઈંગની ક્રેનમાંથી ડફનાળા ચાર રસ્તા પરના ટ્રાફિક પોઇન્ટ પર હાલ બદલી કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો