BJP સાંસદે ઓવૈસીને આપી ખુલ્લી ધમકી, કહ્યું– ઊંધા લટકાવીને તમારી દાઢી કાપીશ
તેલંગાનાનાં નિઝામાબાદથી ભારતીય જનતા પાર્ટીનાં સાંસદ ધરમપુરી અરવિંદે ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લમિનનાં અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીની વિરુદ્ધ ઘણું જ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. બીજેપી સાંસદ ધરમપુરી અરવિંદે ધમકી ભર્યા અંદાજમાં કહ્યું, “હું તમને (અસદુદ્દીન ઓવૈસી) ચેતવણી આપું છું કે હું ક્રેનથી ઊંધા લટકાવીને તમારી દાઢી કાપીશ. ત્યારબાદ હું તમારી દાઢીને તેલંગાનાનાં મુખ્યમંત્રીને લગાવીને તેમને પ્રમોશન આપીશ.”
CAAનો વિરોધ કરવા પર પણ ઓવૈસી પર કર્યા હતા પ્રહાર
નિઝામાબાદથી બીજેપી સાંસદ ધરમપુરી અરવિંદે પહેલા પણ હૈદરાબાદનાં સાંસદ અસદુદ્દીન ઓવૈસીની વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતુ. આ પહેલા ગત મહિને બીજેપી સાંસદ ધરમપુરીએ નાગરિકતા કાયદાનો વિરોધ કરવા પર અસદુદ્દીન ઓવૈસી પર નિશાન સાધ્યું હતુ.
શું ઓવૈસી બાંગ્લાદેશ કે પાકિસ્તાનથી ચૂંટણી લડે છે?
તેમણે કહ્યું હતુ કે, “અસદુદ્દીન ઓવૈસી નાગરિકતા સંશોધન કાયદાને ગૈરબંધારણીય અને સાંપ્રદાયિક ગણાવીને તેનો વિરોધ કરી રહ્યા છે. હું પુછુ છું કે શું ઓવૈસી પાકિસ્તાન અને બાંગ્લાદેશથી ચૂંટણી લડે છે?” બીજેપી સાંસદ ધરમપુરી અરવિંદે કહ્યું કે, અસદુદ્દીન ઓવૈસી સતત દેશનાં ભાગલા થાય તેવું નિવેદન આપે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

