‘મિલકતના નામ કમી કરવા માટે સંમતિ જોઈએ તો દિકરા-દીકરીના લગ્ન નોંધણી વખતે માતા-પિતાની સંમતિ કેમ નહીં?’

રાજ્ય સરકારના લગ્ન રજીસ્ટરના નિયમમાં સુધારો કરવા બાબતે ઈડર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને સાબરકાંઠા ભાજપના મંત્રી અશ્વિન પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. આ પત્ર મુજબ, રાજ્ય દ્વારા પહેલા લગ્ન નોંધણી રજીસ્ટ્રાર ઓફિસમાં થતી હતી, પરંતુ સરકાર દ્વારા સુધારો કરી લગ્ન રજીસ્ટર રાજ્યની કોઈપણ ગ્રામ પંચાયતમાં તલાટી દ્વારા થઈ શકે છે, તે પ્રમાણેનો પરિપત્ર અમલમાં છે. 18 વર્ષે મતદાનનો અધિકાર મળી જાય છે, પણ લોકસભામાં 25 વર્ષે ઉમેદવારી થઈ શકે છે. સરકાર દ્વારા 18થી 25 વર્ષ સુધી પ્રેમલગ્ન કરનાર યુવક-યુવતીના માતા-પિતાની સંમતિ તેમજ વર્તમાન લગ્ન નોંધણી દિકરીના ગામની પંચાયતમાં કરવામાં આવે તેવો સુધારો કરવા માટે લોક લાગણી પ્રવર્તી રહી છે. પ્રજા આંદોલન કરે તે પહેલા સત્વરે સુધારો કરવા વિનંતિ’

ઈડર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખે સીએમને લખેલો પત્ર..

‘છોકરાની આર્થિક જાણકારી વિના શારીરિક આવેગમાં આવી પ્રેમ લગ્ન કરી લે છે’

‘વર્તમાન સમયમાં દિકરીઓ પ્રેમ લગ્નના ઈરાદે ભાગી જઈને રાજ્યની કોઈપણ પંચાયતમાં લગ્ન નોંધણી કરાવી શકે છે. 18 વર્ષે છોકરીઓ શારીરિક રીતે પરિપકવ થાય છે, પણ સામાજિક જવાબદારી, પરીવારિક જવાબદારી, આર્થિક જવાબદારીમાં પરિપકવતા હોતી નથી. પરંતુ શારીરિક આવેગોમાં છોકરાઓની સંપૂર્ણ પરીવારિક, આર્થિક જાણકારી વગર પ્રેમના સંબંધમાં જોડાઈ જાય છે, માતા-પિતાના સંબંધની પરવા કર્યા વિના ભાગી જઈને પ્રેમ લગ્ન કરી લે છે’

‘પોલીસ સ્ટેશનમાં દીકરી પોતાના માતા-પિતાને ઓળખવા તૈયાર હોતી નથી’

‘હા તેમના પોતાના જીવનનો નિર્ણય લેવાના હકદાર છે, પણ તેમના જીવનનો નિર્ણય લેવાના એટલા હકદાર તેમના માતા-પિતા છે. જ્યારે માતા-પિતાની વારસાઈમાં દીકરી હકદાર હોય છે, મિલકતના નામ કમીમાં સંમતિ જોઈએ તો દિકરા-દીકરીના લગ્ન નોંધણી વખતે માતા-પિતાની સંમતિ કેમ નહીં? માતા-પિતાએ 18 વર્ષ સુધી દીકરીનો ઉછેર કર્યો હોય, કાળી મજૂરી કરીને ભણાવી હોય તો પણ પોલીસ સ્ટેશનમાં દીકરી પોતાના માતા-પિતાને ઓળખવા તૈયાર હોતી નથી, ત્યારે તેના માતા-પિતાની વેદના શું હશે તેનો વિચાર કરવો જોઈએ’

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો