વડોદરામાં ભાજપના યુવા મોરચાના મંત્રી સહિત 11 નબીરા જુગાર રમતા ઝડપાયા, કેમેરાથી ચહેરો છુપાવીને ભાગ્યા..

શ્રાવણ મહિનાની શરૂઆત થતાં જ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં શ્રાવણીયા જુગારની મૌસમ પુરબહારમાં ખીલી ઊઠી છે. થોડા દિવસ પહેલા જૂનાગઢમાં ભાજપ કોર્પોરેટરની વાડીમાંથી જુગારધામ ઝડપાયું હતુ, ત્યારે આજે વડોદરામાં ભાજપના યુવા નેતાની જુગાર મામલે ધરપકડ થઈ છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા વામા કોમ્પલેક્ષમાં ચાલતા જુગાર ધામ પર પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં વડોદરા ભાજપના યુવા મોરચાના મંત્રી રૂશાંત શાહ સહિત 11 જણાને જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા છે.

કોણ કોણ પકડાયું

સ્નેહલ ભાસ્કરભાઇ શાહ, મકાન માલિક
શહેર યુવા ભાજપના મંત્રી રૂશાંત ધર્મેશભાઇ શાહ
દિપ મહેશભાઇ પટેલ
પૂર્ણાક જયેન્દ્રકુમાર ખાચર
હર્ષ દિલીપસિંહ રાઠોડ
શરત પન્નાલાલ ચોક્સી
ઉત્સવ પરેશભાઇ શાહ
ધર્મેશ ધીરજભાઇ બાથાણી
પ્રિયમ શાંતિલાલ શાહ
રાજેશ વસંતભાઇ પટેલ
આશિષ પ્રકાશભાઇ ઠક્કર

કારેલીબાગના આ જુગારધામમાં જુગાર રમવામાં વડોદરા શહેર યુવા ભાજપના મંત્રી રૂશાંત શાહ પણ સામેલ હતો. તેની ધરપકડને પગલે વડોદરા ભાજપના નેતાઓમાં કાનાફૂસી શરૂ થઈ ગઈ હતી. તો બીજી તરફ, તુલસીવાડી વિસ્તારમાં પણ પકડાયેલા જુગારધામમાં પોલીસે 11,300 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ જૂનાગઢથી ભાજપના કોર્પોરેટર ધર્મેશ પોશિયાની ઝાંઝરડા રોડ ઉપર આવેલી વાડીમાં પોલીસ ત્રાટકી હતી. જેમાં ભાજપ કોર્પોરેટર સહિત 8 ઈસમો તીન પત્તીનો જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, ધર્મેન્દ્ર પોશિયા બહારથી લોકોને પોતાની વાડીમાં બોલાવીને જુગાર રમાડતા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો