કેમ નેતાઓને નિયમ લાગુ ના પડે? સામાન્ય માણસને લગ્ન માટે 100ની પરમિશન ને ભાજપના પૂર્વ MLA કાંતિ ગામીતની પૌત્રીની સગાઈમાં હજારોનો મહેરામણ

કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે લગ્નમાં પણ માત્ર ગણતરીના લોકો હાજર રહી શકે એવા નિયમો સરકારે બનાવ્યા છે. જોકે સામાન્ય લોકોને લાગુ પડતા ગાઈડલાઈન્સના નિયમો નેતાઓને લાગુ ન પડતાં હોય એવો વિડિયો સામે આવ્યો છે. સોનગઢના ડોસવાડા ગામમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હોય છે. ભાજપના માજી ધારાસભ્ય અને આદિજાતિ મંત્રી કાંતિ ગામીતની પૌત્રીની સગાઈ પ્રસંગમાં એકઠા થયેલા લોકો સમૂહમાં ગરબા કરતાં જોવા મળે છે. સોશિયલ ડિસ્ટન્સ અને ગાઈડલાઈન્સના ધજાગરા ઉડાવવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાના પડઘા ગાંધીનગરમાં પડ્યા છે. ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તપાસના આદેશ આપ્યા છે. વિડિયોના આધારે વિશ્લેષણ કરીને કાર્યવાહી કરાશે. માજી મંત્રી કાંતિ ગામિત દ્વારા કરાયેલા કોરોના ગાઈડ લાઈન ભંગના પગલે પોલીસે તેમના પુત્ર સામે ગુનો નોંધ્યો હતો. ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું છે કે આ કેસની તપાસ કરી યોગ્ય પગલાં લેવાશે.

વાઈરલ થઈ રહેલા વિડિયો અંગે પૂર્વ આદિજાતિમંત્રી કાંતિ ગામીતના મોબાઈલ નંબર પર ટેલિફોનિક માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે કાંતિ ગામીતની નજીકની વ્યક્તિએ ફોન રિસીવ કરીને કહ્યું, સાહેબ મીટિંગમાં છે, પરંતુ ગઈકાલે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ તુલસી વિવાહ યોજાયા હતા. તુલસી વિવાહની સાથે તેમની પૌત્રીની સગાઈ પણ હતી. જોકે વાઈરલ થયેલા વિડિયો અંગે પુછતા કાંતિ ગામિતની નજીકની વ્યક્તિએ કહ્યું કે, હું ગઈકાલે હાજર નહોતા. આ અંગે સાહેબ જ તમને જાણકારી આપી શકશે.

ભાજપના માજી ધારાસભ્ય અને આદિજાતિમંત્રી કાંતિ ગામીતની પૌત્રીના સગાઈ પ્રસંગમાં લોકોનો જમાવડો થયો હોવાનો વિડિયો સામે આવ્યો છે. સોનગઢના ડોસવાડા ગામમાં મોટી સંખ્યામાં લોકો ડીજેના તાલે નાચતા દેખાય છે. રાત્રિના સમયે સ્ટેજ પરથી ડીજે અને લાઈટના અજવાળામાં જાણે પાર્ટી પ્લોટમાં નવરાત્રિમાં લોકો ગરબા રમતા હોય તેવાં દૃશ્યો જોવા મળ્યાં છે, જે અત્યારના કોરોનાકાળમાં ખૂબ જ ઘાતક કહી શકાય છે.

હાલ ગણતરીના લોકોની હાજરીમાં સામાન્ય લોકોનાં લગ્ન યોજાઈ રહ્યાં છે ત્યારે નેતાજીની પૌત્રીની સગાઈમાં એકઠા થયેલા હજારો લોકો અને ગરબા અંગે તંત્રએ શું કર્યું.. ત્યારે તંત્રના અધિકારીઓ ક્યાં હતા તેવા સવાલોની સાથે સામાન્ય લોકોને જ્યારે લગ્ન પ્રસંગોમાં કોરોનાના નિયમોના ભંગ બદલ દંડ કરાય છે ત્યારે માજી મંત્રી કાંતિ ગામીતના ઘરે સગાઈ પ્રસંગમાં લોકોના જમાવડાને તંત્રએ કેમ લાપરવાહી દર્શાવી, એવા સવાલો સામાન્ય લોકોમાં ચર્ચાઈ રહ્યા છે.

સામાન્ય લોકોને 100 લોકોની હાજરીમાં લગ્ન કરવાની મંજૂરી આપ્યા બાદ પણ પોલીસ સ્ટેશનમાં મંજૂરી લેવાથી લઈને અનેક જગ્યાએથી પરમિશન લેવી પડતી હોય છે, જ્યારે નેતાઓને આ એકપણ નિયમ લાગુ ન પડતા હોય એવું સામે આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો