ભાજપ અને કોંગ્રેસના મહિલા નેતા ભેગા મળીને ચલાવતી હતી સેક્સ રેકેટ, પટાવાળા સહિત 5ની ધરપકડ

બીજેપી અને કોંગ્રેસની (BJP – Congress) પૂર્વ મહિલા પદાધિકારીઓ (women leader) ઉપર સનસનીખેસ આરોપ લાગ્યા છે. કેટલીક સગીર યુવતીઓએ આરોપ લગાવ્યો છે કે બંને મહિલા નેતાઓ સેક્સ રેકેટ (sex racket) ચલાવતી હતી. આ કેસમાં બીજેપી નેત્રીની ધરપકડ કરવામાં આવી છે.

આરોપ લગાવવામાં આવ્યો છે કે સવાઈ માધોપુરથી પૂર્વ જિલ્લા અધ્યક્ષ સુનિતા વર્મા ઉર્ફે સંપત્તિ બાઈ અને કોંગ્રેસ સેવાદલ મહિલા પ્રકોષ્ઠની પૂર્વ જિલ્લા અધ્યક્ષ પૂજા અને પૂનમ ચૌધરી ભેગામળીને સેક્સ રેકેટ ચલાવતી હતી. જેમાં માસૂમ સગીય યુવતીઓને ફસાવીને તેમની સાથે ગંદુ કામ કરાવતી હતી.

સવાઈ માધોપુર જિલ્લામાં જ્યારે એક સગીર યુવતીએ આ મામલે ખુલાસો કર્યો ત્યારે જિલ્લા કલેક્ટર કાર્યાલયમાં કામ કરનાર શિવરામ મીણા, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં કામ કરનાર સંદીપ શર્મા, ઈલેક્ટ્રીશિયન રાજુ અને સુનીતાના સહયોગી હીરાલાલ સહિત અત્યાર સુધી 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. કોંગ્રેસ નેતા પૂનમ ચૌધરી ફરાર છે. જ્યારે બીજેપી નેતા સુનિતા વર્માની ધરપકડ કરવામાં આવી છે.

સગીર યુવતીઓએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે બીજેપી અને કોંગ્રેસ કાર્યકર્તાઓ બંને જિલ્લા સ્તરના નેતા રાજ્યના બીજા મોટા નેતાઓ સાથે મળીને સેક્સ રેકેટ ચલાવતી હતી. અને યુવતીઓને બીજા જીલ્લામાં મોકલી રહી હતી.

બીજેપીની પૂર્વ જિલ્લા અધ્યક્ષ સુનિતા વર્માએ પોતાના સોશિયલ એકાઉન્ટ ઉપર થોડા દિવસ પહેલા લખ્યું હતું કે, રાજનીતિમાં મોટી સંખ્યામાં ચરિત્રહીન લોકો છે અને તેઓ તેના નામ અને કામ બંને જાણે છે. સમય આવશે ત્યારે ખુલાસો કરશે. અત્યારે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો