નવા નિયમ બાદ હેલ્મેટ હશે તોય ભરવો પડશે દંડ, BISના માપદંડો અનુસારના હેલ્મેટ પહેરવા અનિવાર્ય થશે

દેશમાં રોડ સેફટી માટે મોદી સરકાર દ્વારા વધુને વધુ કડક નિયમો બનાવવામાં આવી રહ્યા છે. થોડા મહિના પહેલા જ સરકાર દ્વારા બધા નિયમો કડક કરવામાં આવ્યા હતા ત્યારે હવે હલકી હેલ્મેટ પહેરવું ભારે પડી શકે છે. સરકાર આ મુદ્દે નવો કાયદો અમલમાં લાવી રહી છે જેના માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

હવે ગમે ત્યાંથી હેલ્મેટ ખરીદવું ભારે પડી શકે છે. કેન્દ્ર સરકાર એવી યોજના પર કામ કરી રહી છે કે જેમાં દ્વિચક્રી વાહનો પર હલકી ગુણવત્તાનું હેલ્મેટ પહેરવા પર દંડ ભરવો પડશે. આ નિયમ લાગૂ કરવામાં આવે તો હલકી ગુણવત્તાનું હેલ્મેટ પહેરીને બહાર નીકળવા પર દંડ ભરવો પડશે. કેન્દ્રિય રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે મંત્રાલય દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું કે ટૂ-વ્હીલર વાહનોમાં BISના માપદંડો અનુસારના હેલ્મેટ પહેરવા અનિવાર્ય રહેશે.

નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે હેલ્મેટના ઉત્પાદન અને વેચાણ માટે નવો નિયમ લાગૂ કરવામાં આવી રહ્યો છે. પહેલી માર્ચ 2021થી આ નિયમ દેશભરમાં લાગૂ કરવામાં આવશે. નિયમોનું ઉલ્લંઘન કરવા પર દંડ અને જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે.

નિયમ લાગૂ થઇ ગયા પછી જે તે હેલ્મેટ પર ક્વોલિટી માપદંડ અનુસાર દરેક હેલ્મેટ પર BIS વિનિયમ, 2018 અનુસાર ભારતીય માનક બ્યુરો દ્વારા એક લાયસન્સ હેઠળ લોગો પ્રિન્ટ કરેલ હોવું અનિવાર્ય રહેશે. જો આ હેલ્મેટની નિકાસ કરવામાં આવે છે તો તેના પર વિદેશી ગ્રાહકની માંગ અનુસાર જ હેલ્મેટનું ઉત્પાદન કરવાની છૂટ આપવામાં આવી છે.

નોંધનીય છે કે મંત્રાલય દ્વારા આ નોટિફિકેશન 30મી જુલાઈએ બહાર પાડવામાં આવ્યું છે અને તેના પર સલાહ સૂચન માંગવામાં આવ્યા છે. 30 દિવસ સુધી લોકો અને સંબંધિત કંપનીઓ પોતાના સૂચનો આપી શકશે. જો તમે આ વિષય પર સરકારને સલાહ આપવા માંગો છો તો ઈમેલના માધ્યમથી આપી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો