ચીનમાં કોરોના વાયરસના ભયાનક દ્રશ્યો બાદ એપી સેન્ટરની બાજુમાં જ હવે નવો વાયરસ ફેલાતા ફફડાટ, 4500 મરઘાના થયા મોત

ચીનમાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે. રસ્તા પર લાશોના ઢગલા તો કયાંક પ્રાણીઓના મૃતદેહ જોવા મળતી તસવીરોથી દુનિયાભરમાં હાહાકાર મચી ગયો છે. ત્યાં હવે મળતી માહિતી પ્રમાણે ચીનમાં બર્ડ ફ્લૂનો કહેર શરૂ થઇ ગયો છે. એક ફાર્મમાં H5N1 વાયરસના લીધે 4500 મરઘાં મોતને ભેટ્યા છે. આ ચેપ શાઓયાંગ શહેરના એક ફાર્મમાં જોવા મળ્યો છે. એજન્સીના રિપોર્ટ પ્રમાણે ચીનના પ્રશાસને 17828 મરઘાઓને મૃત કર્યા છે. ફાર્મને સીલ કરવામાં આવ્યું છે તેમજ આસપાસમાં સ્ટરલાઇઝેશન કરવામાં આવ્યું છે જેથી ચેપ આગળ ન ફેલાય.

આ બર્ડ ફ્લૂને અત્યંત ચેપી અને સક્રિય માનવામાં આવે છે કારણ કે તેના લીધે મરી ગયેલા પક્ષીનો આંકડો મોટો છે. H5N1 પ્રકારનો વાયરસ છેલ્લા અમુક વર્ષોમાં ચિંતાનો વિષય બન્યો છે. આ બીમારી સહેલાઇથી માણસોને ઝપટમાં લેતી નથી અને તે વ્યક્તિથી વ્યક્તિમાં જલદી ફેલાતી પણ નથી પરંતુ તેના ચેપમાં આવ્યા બાદ વિશ્વમાં ઘણા લોકોનું મોત થયું છે.

WHOના મતે આ બીમારીની ઝપટમાં આવ્યા બાદ મૃત્યુની ટકાવારી 60 ટકાની છે. મૃત પક્ષીઓ અથવા તો જે વાતવરણમાં H5N1 ફેલાયેલો હોય તેના સંપર્કમાં આવવાથી આ બીમારી લાગૂ પડી શકે છે. શાઓયાંગ શહેર કોરોના વાયરસથી પ્રભાવિત વુહાન શહેરથી 486 કિલોમીટર દૂર છે. આમ ચીન પર એક પછી એક આપત્તિઓ આવી પડી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો