બિન સચિવાલય પરીક્ષામાં થયેલી ગેરરીતિઓ મામલે આંદોલનકારીની ધીરજ ખૂટી, યુવાને ધ્રુસકે ધ્રુસકે રડી કહ્યું-પપ્પા નથી, ખૂબ મહેનત કરીને પરીક્ષા આપી છે

બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં થયેલી ગેરરીતિઓ મામલે છેલ્લા ત્રણ દિવસથી બેરોજગાર ઉમેદવારો ગાંધીનગરમાં આંદોલન પર ઉતર્યા છે. આજે(શુક્રવાર) ત્રીજા દિવસે સાબરકાંઠાના સુરેશ રાઠોડ નામના ઉમેદવારની ધીરજ ખૂટી ગઈ હતી. ધરણાં દરમિયાન સુરેશ રાઠોડઆપવીતી કહીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો હતો. આ યુવાને રડતા રડતા કહ્યું કે, પપ્પા નથી અને ખૂબ મહેનત કરીને પરીક્ષા આપી છે, ત્રણ દિવસથી મમ્મીને ઘરે એકલામુકીને આવ્યો છું, અત્યારનો માણસ મરી ચૂક્યો છે, તેને જગાડો. આ દરમિયાન રડતા યુવકને જોઈને સ્થળ પર હાજર રહેલા વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી તેની હિંમત વધારવા માટે તેની પાસે પહોંચ્યા હતા. આ સમયે ધાનાણીએ યુવકને કહ્યું કે, સાવજ જેવો થઈને કેમ રડે છે?જો કે આ યુવાનની સાથે સાથે ધાનાણી પણ ભાવુક થઈ ગયા હતા. તેમજ અન્ય લોકોએ પણ તેને સપોર્ટ કર્યો હતો.

ત્રણ દિવસથી ભૂખ્યા-તરસ્યા રહીને રસ્તા પર ઉંઘીને આંદોલન

બિન સચિવાલયની પરીક્ષા રદ કરવાની માંગ સાથે બેરોજગાર યુવાનો બુધવારની સવારથી ગાંધીનગરમાં આંદોલન ચલાવી રહ્યો છે. જો કે પરીક્ષા રદ કરવાની તેમની માંગ સ્વીકારવાને બદલે સરકારે SITની રચના કરી હતી. પરંતુ કેટલાક યુવાઓ તેમની માંગ પર અડગ રહ્યા છે અને ત્રણ દિવસથી આંદોલન ચલાવી રહ્યા છે. પહેલા દિવસથી ભૂખ્યા-તરસ્યા રહીને આંદોલન શરૂ કરનારા આ ઉમેદવારોની હવે ધીરજ ખૂટી રહી છે, કારણ કે ત્રણ દિવસથી કડકડતી ઠંડીમાં રસ્તા કે બાંકડા પર ઉંઘીને રાતો વિતાવી રહ્યા છે અને આસપાસમાં રહેતા અન્ય ઉમેદવારોની મદદથી ખાલી નાસ્તો કરીને દિવસો પસાર કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો