અમેરિકન પ્રેસિડન્ટ ટ્રમ્પે બિમલ પટેલ સહિત ત્રણ ભારતીય-અમેરિકનોને મહત્વના પદ સોંપ્યા

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ત્રણ ભારતીય-અમેરિકન નાગરિકોને પોતાના એડમિનિસ્ટ્રેશનમાં મહત્વનાપદો પર નિયુક્ત કર્યા છે. તેઓના નામ અમેરિકન સંસદની મંજૂરી માટે પણ મોકલવામાં આવી ચૂક્યા છે. આ ત્રણેય નામને ટૂંક સમયમાં મંજૂરી મળવાની સંભાવના છે.

ભારતીય મૂળના બિમલ પટેલનો સમાવેશ

1.પ્રાપ્ત માહિતી અનુસાર, જે ભારતીય-અમેરિકનની નિયુક્તિ કરવામાં આવી છે તેઓના નામ રીતા બરનવાલ, આદિત્યમ બમજઇ અને બિમલ પટેલ છે. રીતા બરનવાલને પરમાણુ ઉર્જા વિભાગમાં સહાયક સચિવ બનાવવામાં આવ્યા છે. આદિત્ય બમજઇને પ્રાઇવસી અને સિવિલ લિબર્ટી સાથે જોડાયેલા મામલે નજર રાખતા બોર્ડમાં સભ્ય બનાવવામાં આવ્યા છે. જ્યારે બિમલ પટેલને ટ્રેઝરી ડિપાર્ટમેન્ટમાં સહાયક સચિવ બનાવવામાં આવ્યા છે.

2.આ પ્રકારે હવે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનમાં ભારતીય-અમેરિકનોની સંખ્યા ત્રણ ડઝનનો આંકડો પાર કરી ચૂકી છે. આ સંખ્યા ત્યારે વધી રહી છે જ્યારે બે ભારતીય-અમેરિકન નિક્કી હેલી અને મુંબઇના ગુજરાતી પરિવારમાંથી આવતા રાજ શાહ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન છોડી ચૂક્યા છે.

3.નિક્કી હેલી પ્રથમ ભારતીય-અમેરિકન હતી, જેઓને કેબિનેટ રેન્ક મળ્યો હતો. તેઓ સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાની એમ્બેસેડર હતી. જ્યારે રાજ શાહ પ્રથમ ગુજરાતી હતા જેઓને પ્રેસ ઉપસચિવ બનાવવામાં આવ્યા હતા.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો