ચાલુ બાઈકને સેનિટાઈઝ કરતા હોય તો થઈ જાઓ સાવધાન, અમદાવાદનો રૂંવાડા ઉભો કરી દેતો વિડિઓ થયો વાયરલ

હાલ કોરોના મહામારીને કારણે માણસ સહિત વાહનો અને વસ્તુઓને સેનિટાઈઝ કરવાનું ચલણ વધ્યું છે. પણ આ સેનિટાઈઝ કરવાની પ્રક્રિયામાં ધ્યાન રાખવામાં ન આવે તો હોનારત પણ સર્જાઈ શકે છે. અમદાવાદમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ચાલુ બાઈકને સેનિટાઈઝ કરતી વખતે આગ લાગી ગઈ હતી. જો કે સદનસીબે બાઈકચાલકનો બચાવ થઈ ગયો હતો.

અમદાવાદમાં નરોડા રોડ વિસ્તાર પાસે આવેલી અરવિંદ મિલની બહાર બાઈક પર સેનિટાઈઝ કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી. ગરમી અને બાઈક ચાલુ હોવાને કારણે એકાએક બાઈકમાં આગમાં આગ લાગી ગઈ હતી. જોતજોતામાં આગની જ્વાળાઓ ઉઠી હતી. જો કે સદનસીબે તાત્કાલિક બાઈકચાલક નીચે ઉતરી ગયો હતો. જેથી તેનો બચાવ થયો હતો. અને સેનિટાઈઝરની પાસે જ આગ ઓલવવા માટેની વ્યવસ્થા હોવાથી આગ ઉપર તરત કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. અરવિંદ મિલનાં સુત્રોનાં જણાવ્યા અનુસાર આ ઘટના એક અઠવાડિયા પહેલાંની છે. આ વાઈરલ વીડિયો પરથી તમે પણ જ્યારે વાહનને સેનિટાઈઝ કરો ત્યારે અચૂક સાવચેતી રાખજો. હાલમાં હેન્ડ સેનિટાઈઝરને કારણે ઘરમાં ગેસ ચાલુ કરતી વખતે પણ આગનાં કિસ્સા બની રહ્યા છે. તેવામાં હવે બાઈક સેનિટાઈઝ કરતાં પણ આગનો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે બાઈક કે અન્ય કોઈ વાહન સેનેટાઈઝ કરાવતા હોવ ત્યારે તેને બંધ કરી દેવું હિતાવહ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો