પીયુસી કઢાવીને આવતો બાઈક સવાર હાઇવેના ખાડાને લઇ પટકાતાં ટેન્કર નીચે કચડાયો, ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત

સુરતઃ પલસાણા તાલુકાના કરણ ગામના પેટ્રોલ પંપ પરથી PUC કઢાવી ઘરે પરત ફરી રહેલા ચલથાણના બાઈક સવારનું ઘર નજીક ટેન્કર અડફટે અકસ્માતમાં મોત થયું હતું. અકસ્માતનું મુખ્ય કારણ હાઇવે પરના ખાડા હોવાનું બહાર આવતા કરણ ગામ સરપંચ સહિતના આગેવાનો મળી ગ્રામજનોએ હલ્લાબોલ કર્યો હતો. હાઈવે પર ઊતરી આવી 3 કલાક ચક્કાજામ કરી માર્ગ બંધ કર્યો હતો, જેથી હાઇવે પર વાહનોની લાંબી કતાર લાગી હતી. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો તેમજ બારડોલી ડીવાઈએસપી ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો.

માથા પરથી ટેન્કરનું ટાયર ફરી જતા ઘટના સ્થળે જ મોત

મળતી માહિતી અનુસાર પલસાણા ચલથાણ ખાતે ગાયત્રીનગરમાં રહેતા સંતોષભાઈ કેવલભાન સિંગ ઉ.વ 45 (મૂળ જી. સતના, એમ.પી)ના ગત રોજ પોતાની ડ્રિમ યુગા મોટરસાઇકલ GJ 19 AZ 9628 લઈ કરણ ગામ ખાતે આવેલા શ્રી પેટ્રોલિયમ ખાતે આવેલ PUC સેન્ટર પર PUC કઢાવી ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન કરણ ગામની મુંબઈથી અમદાવાદ તરફની બાજુએ હાઇવે પર વણાંકમાં રોડ ખરાબ હોવાથી મોટરસાઇકલ પર કાબુ ગુમાવ્યો હતો. જે દરમિયાન પાછળથી પુર ઝડપે આવતી ટેન્કર (GJ 15 X 8006) ના ચાલકે અડફેટે લેતા મોટરસાઇકલ સવાર સંતોષ સિંગના માથા પરથી ટેન્કરનું ટાયર ફરી જતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

હાઇવેમાં સુધારો કરવાની હૈયાધરપ આપી

ઘટના બાદ કરણ ગામના યુવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને અકસ્માતનું મુખ્ય કારણ ખરાબ હાઇવે હોવાથી ચક્કાજામ કર્યો હતો. ધીરેધીરે આ વાત વાયુવેગે ગામના જાણ જતા આજુબાજુના ગામના સરપંચ સહિતના આગેવાનો ભેગા મળી ને.હા.8 ને મુંબઈથી અમદાવાદ તરફની બાજુને 3 કલાક જેટલો સમય માટે ચક્કાજામ કર્યો હતો. જેથી ઘટના સ્થળે પલસાણા પોલીસ પી.એસ.આઈ. છૈયા સહિતનો પોલીસ કાફલો તેમજ કડોદરા પી.એસ.આઈ. સુરજસિંગ વસાવા પણ ઘટના સ્થળે આવી ગ્રામજનોએ સમજાવ્યા હતા. જોકે, ગામજનોએ હાઇવે ઓર્થોરિટીના અધિકારીને ઘટના સ્થળે બોલાવાયા બાદ જ હાઇવે શરૂ કરવાની જીદ કરતા આખરે 3 કલાક બાદ હાઇવે ઓર્થોરિટીના અધિકારી તેમજ વિભાગના ડી.વાઈ.એસ.પી સહિતના અધિકારી આવી ગ્રામજનોએ સાથે મધ્યસ્થ કરી હાઇવેમાં સુધારો કરવાની હૈયાધરપ આપી મામલો થાળે પાડ્યો હતો.

બે ત્રણ દિવસમાં રસ્તાની મરામત કરાશે

NHAI રીકન્ઝક્ટિવની યીનિક કન્ટ્રક્શનના સુનિલકુમારે જણાવ્યું હતું કે, વરસાદના કારણે હાઇવેના સમારકામ માટે મુશ્કેલી સર્જાતી હતી, આગામી બે થી ત્રણ દિવસમાં આ રસ્તાને સંપૂર્ણ પણે સમારકામ કરી દેવામાં આવશે.

નફ્ફટ અધિકારી ગંભીરતા સમજતા નથી

કરણ ગામના સરપંચ ધર્મીષ્ઠાબેન ચંદ્રકાન્ત મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, વારંવારની રજુઆત છતાં નફ્ફટ અધિકારીઓ હાઇવે પર ખાડાઓ અંગેની વાતને ગંભીરતાથી નથી લેતા, કેટલાક સમયે એમ્બ્યુલન્સ પણ કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલી રહે છે. આજની ઘટના અંગેના સીધા જવાબદાર હાઈવેના અધિકારોને જ ગણી શકાય.

મરામત નહીં થાય તો ફરી ચક્કાજામ થશે

કરણ ગામના માજી સરપંચ કેતન મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, હજી ખાડાઓ પુરવામાં નહીં આવે તો ભવિષ્યમાં પણ ચક્કાજામ કરીશું. કેટલા અકસ્માતો થાય છે, લેખિત તથા મૌખિક રજુઆત થાય છે. પરંતુ કોઈ અધિકારી સાંભળતું જ થતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો