બિહારના નવા શિક્ષણમંત્રીને રાષ્ટ્રગીત આવડતું નથી, વિવાદ પછી આપ્યું રાજીનામું, જુઓ વીડિયો

બિહારની નવી નીતીશ કુમાર સરકારમાં શિક્ષણમંત્રી બનાવવામાં આવેલાં મેવાલાલ ચૌધરીનો એક વીડિયો RJDએ ટ્વીટ કરતાં તે વિવાદમાં છે. RJDએ એક વીડિયો ટ્વીટ કર્યો છે. જેમાં મેવાલાલ ધ્વજવંદનના કાર્યક્રમમાં રાષ્ટ્રગીત ગાઈ રહ્યાં છે. મેવાલાલ રાષ્ટ્રગીત ગાતી વખતે અમુક પંક્તિઓ ભૂલી જાય છે અને જેમ તેમ રાષ્ટ્રગીત પુરું કરી ભારત માતા કી જય અને વંદે માતરમનો નારો લગાવે છે. આ ટ્વીટના કેપ્શનમાં RJDએ લખ્યું કે, ‘ભ્રષ્ટાચારના આરોપી બિહારના શિક્ષણમંત્રી મેવાલાલ ચૌધરીને રાષ્ટ્રગીત આવડતું નથી.’

બિહારના મેવાલાલ ચૌધરીનો એક વીડિયો રાજ્યના વિપક્ષ રાષ્ટ્રીય જનતા દળે શેર કર્યો છે. ધ્વજ ફરકાવવાના પ્રસંગે મેવાલાલ ચૌધરી ખોટા ખોટા શબ્દોમાં જન ગણ મન ગઈ રહેલા નજરે પડે છે.

આ મુદ્દે RJDએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ઉપર પ્રહાર કર્યા છે અને ભ્રષ્ટાચારના આક્ષેપોથી ઘેરાયેલા મેવાલાલ ચૌધરીને કેવી રીતે રાજ્યના કેબિનેટમાં સ્થાન આપ્યું તેની ઉપર પ્રશ્ન કર્યો છે. વિવાદ વધ્યા પછી હાલ મેવાલાલ ચૌધરીએ રાજીનામું ધરી દીધું છે.

RJDએ શેર કરેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે મેવાલાલ ચૌધરીને રાષ્ટ્રગાનના શબ્દો ખબર નથી અને તેઓ બાળકો અને થોડા મોટેરાઓની સામે ખોટા ખોટા શબ્દોમાં રાષ્ટ્રગાન ગાઈ રહ્યા છે.

ચૌધરી સામેના ભરતી મુદ્દેના ભ્રષ્ટાચારના આક્ષેપો મુદ્દે તેમણે મંત્રી બન્યાના 3 જ દિવસમાં રાજીનામું આપી દીધું હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો