પત્નીના જીવતેજીવ પતિએ શરૂ કરી તેના અંતિમ સંસ્કારની તૈયારી, આખી કહાની જાણીને તમારી આંખો ભરાઈ જશે

બિહારનો રહેવાસી એક શખસ પોતાની બીમારી પત્ની ગંભીર હાલત જોઈને એ હદે ભાંગી પડ્યો છે કે, તેણે પત્નીનાં જીવતેજીવ જ તેનાં અંતિમ સંસ્કારની તૈયારી શરૂ કરી દીધી છે. બીજી તરફ મહિલાની અંતિમ ઈચ્છા ફક્ત એટલી છે કે, તે પોતાના બાળકોને એકવાર જોવા માગે છે, તેમને મળવા ઈચ્છે છે. પણ તેના પતિ પાસે એટલા પૈસા નથી કે, તે લૉકડાઉનમાં પત્નીને એમ્બુલન્સ દ્વારા મુંબઈથી બિહાર લઈ જઈ શકે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

કિડનીના કેન્સરથી પીડિત છે પત્ની

અસલમાં બિહારના અતુલ શ્રીવાસ્તવ પોતાના પત્ની બંદના અને તેની નાની બહેન સાથે મુંબઈના પરેલમાં છે. 35 વર્ષીય બંદના ઘણા સમયથી બીમાર છે, તેને કિડનીનું કેન્સર છે. તેની સતત કથળતી હાલતને જોતા સારવાર માટે અતુલ તેને લઈ 9 માર્ચના રોજ મુંબઈ આવી ગયો. પરેલની KEM હોસ્પિટલમાં બંદનાની સારવાર શરૂ થઈ. આવામાં પત્નીને રોજ ડૉક્ટર પાસે ચેકઅપ કરાવવા અતુલે હોસ્પિટલની પાસે જ એક રૂમ ભાડે લઈ લીધો.

સારવારમાં 10 લાખ ખર્ચી નાખ્યા

હજુ પત્નીની સારવાર ચાલી જ રહી હતી કે એવામાં કોરોના વાયરસ ફેલાઈ ગયો. દેશભરમાં લૉકડાઉન જાહેર થઈ ગયું. આ દરમિયાન અતુલની સ્થિતિ એવી નહોતી કે, તે બંદનાને લઈ પરત બિહાર જઈ શકે. આશરે એક વર્ષ પહેલા અતુલને પત્નીની બીમારી વિશે જાણ થઈ હતી. આ દરમિયાન કપડાંનો વ્યાપાર કરનારા અતુલે પત્નીની સારવામાં આશરે 10 લાખ રૂપિયા ખર્ચી નાખ્યા.

બાળકોને છેલ્લીવાર જોવા માગે છે

અતુલ સતત બંદનાની સારવાર કરાવતો રહ્યો પણ તબિયતમાં કોઈ સુધારો ન થયો. આવામાં પરેલમાં સારવાર કરી રહેલા ડૉક્ટરોએ પણ અતુલને સલાહ આપી કે, તેમની પત્ની વધુ દિવસ જીવિત રહી શકશે નહીં, એટલે તેને લઈને ઘરે જતા રહે. બીજી તરફ બંદના સતત કથળી રહેલા સ્વાસ્થ્ય વચ્ચે પોતાના બાળકોને એકવાર મળવા માગે છે. અતુલ-બંદનાના બે બાળકો છે જેમની ઉંમર ક્રમશ: 10 અને 11 વર્ષ છે. બંને બાળકો બિહારમાં છે જ્યારે તે મુંબઈના પરેલમાં છે.

ડૉક્ટર્સની સલાહ અને પત્નીની અંતિમ ઈચ્છા છતા અતુલની આર્થિક સ્થિતિ હવે એવી નથી રહી કે તે પોતાના ઘરે પરત જઈ શકે. તેની પાસે હવે માત્ર ત્રણ હજાર રૂપિયા છે જ્યારે પરેલથી પત્નીને એમ્બુલન્સમાં બિહાર લઈ જવા માટે આશરે 70 હજારની જરૂર છે. અતુલ કહે છે કે, તેની પાસે એટલા રૂપિયા નથી કે, તે બિહાર જવાની હિંમત એકઠી કરી શકે. એટલું જ નહીં સ્થિતિની ગંભીરતા જોતા હવે તેણે પોતાને રૂમમાં બંધ કરી લીધો અને પત્નીના અંતિમ સંસ્કારની તૈયારી શરૂ કરી દીધી છે.

અતુલ પાસે બિહાર જવાના પૈસા નહીં

લૉકડાઉનનો ત્રીજો તબક્કો શરૂ થવાની સાથે જ બંદનાનું સ્વાસ્થ્ય રોજ કથળી રહ્યું છે. તેણે ખાવા-પીવાનું છોડી દીધું છે. જોકે, તેના દિમાગમાં બસ એક જ વાત ચાલી રહી છે કે, તેને પોતાના બાળકો પાસે જવાનું છે. બંદનાની આ બસ એક અંતિમ ઈચ્છા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો