4 વખત વિધાનસભાની ચૂંટણી જીત્યા, છતાં આ ધારાસભ્ય નથી બનાવી શક્યા પાક્કુ મકાન, જાણો કોણ છે?
તમે હંમેશા જોયું હશે કે જ્યારે કોઈ વ્યક્તિ એક વાર કોઈ પદ માટે ચૂંટણી લડી લે છે તો તેની પાસે પૈસાનો વરસાદ થતો હોય છે. પરંતુ આજે પણ કેટલાક એવા લોકો છે જે ઈમાનદારી પર ટકેલા છે અને જનપ્રતિનિધિ બન્યા છે, જનતાની સેવા કરવામાં જ માને છે.
આવા જ એક છે ભાકપા માલે (સીપીઆઈએમએલ)ના ધારાસભ્ય મહબૂબ આલમ. બિહાર ચૂંટણીમાં સૌથી વધારે મતોના અંતરથી જીતનારા ધારાસભ્ય મહબૂબ આલમ બિહારના કટિહાર જિલ્લામાં બલરામપુર સીટથી ચૌથીવાર ધારાસભ્ય બન્યા છે. પરંતુ તેમની પાસે આજ દિન સુધી પાક્કુ મકાન સુદ્ધા નથી. આજે પણ તે ક્યાંય પણ જવા માટે પગપાળા જાય છે.
આ વખતે ચૂંટણી જીતીને વિધાનસભામાં પહોંચનારા 81 ટકા કરોડપતિ છે. તે બધાની વચ્ચે મહેબૂબ આલમ એવા ધારાસભ્ય છે જેમની પાસે એક પાક્કુ મકાન સુદ્ધા નથી. જેને કાણે તેઓ આજકાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બનેલા છે.
મહેબૂબ આલમ ભાકપા માલેની ટિકિટ પર ચોથીવાર ધારાસભ્ય તરીકે પસંદગી પામ્યા છે. કટિહાર જિલ્લાના બલરામપુર વિધાનસભાની સીટ પર તેમણે 53 હજારથી વધાકે વોટોના અંતરથી જીત મેળવી છે. જે આ વખતે બિહારની ચૂંટણીમાં સૌથી મોટી જીત છે. મહેબૂબ આલમ 44 વર્ષના છે. અને 10મું પાસ છે ખેતી કરે છે. તે ચૂંટણી આયોગમાં આપવામાં આવેલા સોગંદનામાં તેમની આવક શૂન્ય છે. જે તેમને બાકી નેતાઓથી તેમને અલગ તારવે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

