નકલી પુસ્તક કૌભાંડનો સૌથી મોટો પર્દાફાર્શ, ભાજપના જ પ્રિન્ટિંગ પ્રેસમાં છપાતા હતા નકલી પુસ્તકો

NCERTના નકલી પુસ્તકોનો સૌથી મોટો પર્દાફાશ થયો છે. ઉત્તરપ્રદેશના મેરઠ જિલ્લામાં 35 કરોડની કિંમતના પુસ્તકો મળ્યા છે. નકલી પુસ્તકોના કૌભાંડમાં ભાજપ નેતાની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે.

ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં NCERTના નકલી પુસ્તકોનું કૌભાંડ પકડાયું છે. ભાજપના નેતાએ નકલી પુસ્તકો છપાવ્યા હોવાનો ખુલાસો થતા રાજકારણ ગરમાયું છે. ભાજપનાં જ પ્રિન્ટિંગ પ્રેસમાં પુસ્તકો છપાતા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

જ્યારે આ પુસ્તકો આર્મી સ્કૂલમાં પહોંચ્યા તો તેમાં શંકા જતા આર્મીએ તપાસ કરાવી હતી. જેમાં આ કૌભાંડ ઝડપાયું છે. મેરઠના પરતાપુર વિસ્તારમાં પુસ્તકો છપાતા હતા. આર્મી ઇન્ટેલિજન્સની કાર્યવાહીમાં સમગ્ર મામલે પર્દાફાશ થયો છે. આર્મીએ સમગ્ર કૌભાંડની જાણકારી STFને આપી છે.

STFએ 35 કરોડના પુસ્તકોનો જથ્થો જપ્ત કર્યો છે. 24થી વધુ લોકોની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે. દરોડા દરમિયાન ભાજપ નેતા ઘટના સ્થળેથી રવાના થયો હતો. જોકે તે ભાજપના નેતા હોવાના કારણે પોલીસે ધરપકડ ન કરી હોવાની માહિતી પણ મળી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો