આણંદમાં નાના ભાઈની વિધવા પત્નીને કામાંધ જેઠનું દબાણ ‘હજુ તો આગળ આખું જીવન બાકી છે તું મારી સાથે પરણી જા’, પત્નીએ સમજાવ્યો તો પણ ન માન્યો

આણંદ શહેરમાં મહિલા પર અત્યાચારની એક એવી ઘટના સામે આવી છે જેણે જેઠ અને નાના ભાઈની પત્ની વચ્ચેના પવિત્ર સંબંધને બટ્ટો લગાવ્યો છે. બે સંતાનના પિતા એવા કામ લોલુપ જેઠ નાના ભાઈની વિધવા પત્નીને પોતાની સાથે લગ્ન કરી લેવા માટે દબાણ કરતો હોવાનું સામે આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી ઘરમાં આ પ્રકારના અસભ્ય વર્તનનો સામનો કરતી મહિલાએ મહિલા હેલ્પ લાઈન અભયમની મદદ માંગી હતી. જે બાદ અભયમની ટીમ મહિલાના ઘરે પહોંચી હતી અને જેઠનું કાઉન્સેલિંગ કરીને તેમને સમજાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત આગળ જતા જો આ બાબતે ફરિયાદ મળશે તો તેમના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી પણ અભયમની ટીમે આપી હતી. આ અંગે જણાવતા અભયમના કાઉન્સેલરે કહ્યું કે, 42 વર્ષીય મહિલાએ થોડાં સમય અગાઉ ફોન કરી મદદની માંગણી કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

જેને પગલે અમે સ્થળ પર પહોંચ્યા હતા. એ સમયે સમગ્ર કેસની જાણકારી મેળવતા ખ્યાલ આવ્યો હતો કે, મહિલાના પતિ બે વર્ષ અગાઉ મૃત્યુ પામ્યા હતા. તેને સંતાનમાં એક દસ વર્ષીય પુત્ર છે. પતિના મોત બાદ મહિલા હજુ પણ તેના સાસરામાં રહે છે. પતિના મોત બાદ કામકાજે જતી મહિલા ઘણીવાર દુનિયાની ખરાબ નજરોનો સામનો કરતા હતી પરંતુ તેને એ ખબર નહોતી કે તેણે દુનિયાની ખરાબ નજરો કરતાં ઘરમાં રહેલા કામ લોલુપ પોતાના સગા જેઠની નજરોથી બચવાની વધુ જરુર છે.

થોડા સમય બધું બરાબર ચાલ્યા પછી ઘરના બીજા માળે રહેતાં જેઠ મહિલા તરફ સતત કામ લોલૂપતા સાથે જોતા હતા અને ધીરે ધીરે જેઠના મનની મેલી મુરાદ બહાર આવી અને ભાન ભૂલીને તે પોતના નાના ભાઈની વિધવાને પોતાની સાથે લગ્ન કરી લેવા માટે અવાર-નવાર દબાણ કરવા લાગ્યા હતા. પરંતુ મહિલાને લગ્ન કરવા નહોતા. જેને લઈને જેઠ કહેતા હતા કે ‘તારો ખર્ચો પણ મારે જ ઉઠાવવો પડે છે, આગળ હજુ ઘણા વર્ષોનું જીવન છે તું મારી જોડે પરણી જા’ વારંવાર જેઠ દ્વારા લગ્ન માટે દબાણ અને અણછાજતી માગણીઓથી મહિલા કંટાળી ગઈ હતી.
જે બાદ મહિલાએ આ બાબતે જેઠને સમજાવ્યા હતા કે આવા નિર્લજ્જ વિચારો છોડીને તેઓ પોતાના પરિવાર પર ધ્યાન આપે જોકે કામાંધ જેઠ ન સુધરતા તેણે પોતાના જેઠાણીને આ બાબતે વાત કરી હતી. પતિની હકીકત જાણ્યા બાદ પત્નીએ પણ પોતાના પતિને આ પ્રકારના ગંદી હરકત મામલે ઠપકો આપ્યો હતો. જોકે કામાંધ જેઠ કોઈનું માનવા જ તૈયાર નહોતા.

પીડિતાએ જણાવ્યું કે, જેઠ મારી પાછળ પાછળ બોડીગાર્ડની જેમ ફરતાં હતા. મે અનેકવાર કહ્યું કે મારે લગ્ન કરવા નથી. હું મારો અને મારા પુત્રનો ખર્ચો ઉઠાવી શકું તે હેતુસર જ મજૂરીકામ કરવા જાઉ છું. પરંતુ તેઓ ત્યાં પણ આવી પહોંચે છે અને કોઈ પણ વ્યક્તિને મળું તો તારે આને નહીં મળવાનું તારે આની સાથે સંબંધ નહીં રાખવાનો એવો ઠપકો આપ્યા કરે છે. જાણે મારા બોડીગાર્ડ હોય તેમ દરરોજ પાછળ પાછળ આવે અને હું ક્યાં જાઉં છું તેનું ધ્યાન રાખે છે. મહિલાની ફરિયાદ બાદ 181 મહિલા હેલ્પલાઈન અભયમની ટીમે પીડિતા અને જેઠ બંનેનું કાઉન્સેલિંગ કર્યું હતું. આ સાથે અભયમની ટીમે જેઠને ચિમકી પણ આપી હતી કે જો ભવિષ્યમાં આવી કોઈ બાબતે તેમના અંગે ફરિયાદ આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો