ગાંધીનગરમાં શાળા પ્રવેશોત્સવમાં અપાતી સાયકલોનું ‘મહા કૌભાંડ’, કન્યાઓના હક્કની સરકારી સાયકલનું ગાંધીનગરમાં ખુલ્લેઆમ વેચાણ

ગાંધીનગરમાં કન્યાઓના હક્કની સરકારી સાયકલોનું ખાનગીમાં ખુલ્લેઆમ વેચાણ થઇ રહ્યુ છે. સેક્ટર-૨૨ સ્થિત સાયકલ સ્ટોરના સંચાલકે ભગવા કલરની સરકારી સાયકલનું ૪ હજારમાં વેચાણ કર્યુ હતું. જે કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ આ પ્રકારની કેટલી સરકારી સાયકલો લાભાર્થી કન્યાઓ સુધી નહી પહોંચીને ઓપન માર્કેટમાં વેચાઇ રહી છે તે પ્રશ્ન ઉપસ્થિત થયો છે. જોકે, આ મામલે હજુસુધી સરકાર તરફથી કોઇ કાર્યવાહી હાથ ધરાઇ નથી. પરંતુ જે પ્રકારે ભગવા કલરની સરકારી સાયકલનું ખાનગીમાં વેચાણ થઇ રહ્યુ છે તે જોતા આ કૌભાંડ વ્યાપક હોવાની શક્યતા વધી ગઇ છે. સાયકલ સ્ટોરના સંચાલકે જે સાયકલનું વેચાણ કર્યુ છે તેના પર ‘ગુજરાત સરકારક’ એવુ લખાણ લખેલુ છે.

ઉલ્લેખનીય છેકે, આ પ્રકારની સાયકલો સરકાર દ્વારા સરસ્વતી સાધના યોજના અંતર્ગત ધોરણ-૮ની કન્યાઓને શાળા પ્રવેશોત્સવ દરમિયાન મફત વિતરણ કરવામાં આવે છે. કન્યાઓને શાળાએ અભ્યાસ અર્થે જતા તકલીફ પડે નહી તે માટે સરકારે આ યોજના અમલમાં મુકી હતી. પરંતુ યોજના અંતર્ગત ખરીદવામાં આવતી સાયકલો લાભાર્થી કન્યાઓ સુધી પહોંચવાના બદલે બારોબાર પગ કરી જતી હોવાનું ઉપરોક્ત કિસ્સા પરથી જણાઇ રહ્યુ છે.

સેક્ટર-૧૩માં રહેતા દશરથ વિઠ્ઠલભાઇ પટેલ નામના આધેડે આજે આ સાયકલ ખરીદ કરી હતી. સેક્ટર-૨૨ સ્થિત વિપુલ સાયકલ સ્ટોરના સંચાલકે આ સાયકલનું વેચાણ કર્યુ હતું. જે પેટે ચાર હજારનુ બિલ પણ આપવામાં આવ્યુ હતું. જેમાં છ ટકા લેેખે જીએસટી અને સીએસટી પણ ઉધારવામાં આવ્યા હતા. સામાન્ય રીતે કોઇપણ સાયકલ સ્ટોરમાંથી સાયકલનું વેચાણ સામાન્ય બાબત છે. પરંતુ આ કિસ્સામાં સરકારી સહાયની સાયકલનું વેચાણ થયુ છે. જે સાયકલ દશરથભાઇ પટેલને આપવામાં આવી છે, તેના પર ગુજરાત સરકાર તથા શાળા પ્રવેશોત્સવ-૨૦૧૯ એવુ લખાણ લખેલુ છે. એટલેકે, આ સાયકલ સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ સમયે ધોરણ-૮માં અભ્યાસ કરતી કન્યાઓને મફત આપવામાં આવે છે. આ પ્રકારની સાયકલનું ખુલ્લા બજારમાં વેચાણ તપાસનો વિષય છે. પ્રાપ્ત વિગતો મુજબ, વિપુલ સાયકલ સ્ટોરના સંચાલક પાસે આ પ્રકારની હજુ પણ ૪૮ જેટલી સાયકલો પડી હોવાનું જાણવા મળ્યુ છે. આ મામલે તપાસ હાથધરવામાં આવે તો મસમોટુ કૌભાંડ બહાર આવે તેવી પણ શક્યતા છે.

સાયકલ સેમ્પલની હતી: વેપારીનો દાવો

આ મામલે સેક્ટર-૨૨ ખાતે આવેલા વિપુલ સાયકલ સ્ટોરના સંચાલક સંજય શાહનો સંપર્ક સાંધતા તેઓએ જણાવ્યુ હતુકે, સાયકલ સેમ્પલની છે. તેઓ પાસે સરકારનો ૧ લાખ સાયકલ મેન્યુફેક્ચરનો કોન્ટ્રાક્ટ છે. બે સાયકલ તૈયાર કરીને સરકારમાં દર્શાવવામાં આવી હતી. જેમાં એક સાયકલનું સેમ્પલ પાસ થયુ હતું. જ્યારે બીજી સાયકલનું સેમ્પલ પાસ થયુ નહતું. જે સાયકલનું વેચાણ કરવામાં આવ્યુ છે તે સેમ્પલની પાસ નહી થયેલી સાયકલ છે. હજુપણ આ પ્રકારની તેઓ પાસે ૫૦ જેટલી સાયકલ છે. જે ટુંક સમયમાં જ ગીર સોમનાથ વેળાવળ સ્કુલોમાં મોકલવાની છે. સંચાલકનો દાવો જો માન્ય રાખવામાં આવે તો પણ એવો પ્રશ્ન ઉપસ્થિત થાય છેકે, શુ તેઓ સરકારના લોગા તથા લખાણ વાળી સાયકલનું વેચાણ કરી શકે ?, ઉપરોક્ત સાયકલ પર શાળા પ્રવેશોત્સવ-૨૦૧૯નું લખાણ લખેલુ છે, જ્યારે શાળા પ્રવેશોત્સવને પુર્ણ થયે છ માસ જેટલો સમય થઇ ગયો છે ત્યારે શુ હજુપણ સાયકલો ગીર સોમનાથ વેળાવળ મોકલવાની બાકી રહી શકે ?. આ પ્રશ્નનો સ્પષ્ટ જવાબ મળતો નથી ત્યારે આ મામલે સરકારે રસ દાખવીની તપાસ હાથધરવી જરૂરી બની રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો