અમદાવાદમાં બાબાએ કરી ગંદી હરકત: ‘બાબાએ કહ્યું – હોટલમાં જઇએ, મારી સાથે સંબંધ રાખીશ તો તારે બાળક થશે’, અને…

અંધશ્રદ્ધા અને બાબાના ચક્કરમાં અનેક પરિવાર બરબાદ થયા હોવાની ઘટના સામે આવી છે, ત્યારે અમદાવાદના જુહાંપુરાથી આજે એક બાબાની ખરાબ હરકતનો કિસ્સો સામે આવ્યો છે. પરિણીતાને સંતાન પ્રાપ્તિ થાય તે માટે બાબાએ તેની સાથે શરીર સુખની માંગ કરતા મહિલાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. બાબાના બ્લેકમેઈલીંગથી મહિલાએ કંટાળીને પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવ્યા. પોલીસે બન્ને પક્ષો વચ્ચે થયેલી અથડામણને લઈને ક્રોસ ફરિયાદ નોંધી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

પ્રાપ્ત માહિતી અનુસાર, પરિણીતાને સંતાન પ્રાપ્તિ થાય તે માટે બાબાએ તેની સાથે શરીર સુખની માંગ કરીને કહ્યું, ‘આપડે બન્ને હોટલમાં જઇએ અને તું મારી સાથે સંબધ રાખીશ તો તારે બાળકો થશે.’ આ કિસ્સો છે જુહાપુર વિસ્તારનો છે. આ વિસ્તારમા રહેતી એક પરિણીતાએ સંતાન પ્રાપ્તિ માટે બાબાને ઘરે બોલાવતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોચ્યો છે. બાબાએ યુવતીને સંતાન પ્રાપ્તિ થાય તે માટે પોતાની શરીર સંબધ બાધવા માટેની વાત કરતા મામલો બીચક્યો હતો. યુવતીએ બાબાને ઘરમાંથી કાઢી મુક્યા બાદ તેના વિરુદ્ધ પોલીસ સ્ટેસનમાં અરજી કરી હતી.

મહત્વની વાત એ છે કે, બાબા વિરુદ્ધ અરજી થતા તેના ભાઇઓ યુવતીના ઘરે આવ્યા હતા અને ગાળો બોલીને ફરિયાદ પરત ખેંચવા માટે ધમકી આપી હતી. જેથી યુવતીએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં કહેવાતો બાબો ઇમ્તિયાઝ હૂસૈન ઉર્ફે જલાલી શેખ, મુબીન, ઇરફાન અને અફરોજ નામના યુવકો વિરુદ્ધ ફરિયાદ કરી છે.

જુહાંપુરાની આ યુવતીના લગ્નના 13 વર્ષ થયા છે, પરંતુ લગ્ન બાદ તેને સંતાન પ્રાપ્તિ નહી થતા પડોશમાં રહેતી એક બાળકીને તેને એડોપ્ટ કરી હતી. આ દપંતી બાબા ઇમ્તિયાઝ હુસૈન શેખના સંપર્કમા આવ્યા. આ બાબાએ સંતાન માટે દોરાધાગા કરી આપવા યુવતીએ તેને પોતાના ઘરે બોલાવ્યો હતો, તેણે સંતાન પ્રાપ્તિ થતી નથી અને ઘરમાં પણ પ્રોબ્લેમ હોવાનું કહ્યુ હતું. યુવતીની વાત સાંભણીને ઇમ્તિયાઝ બોલ્યો હતો કે, તારે બાળકો ના થતા હોય તો તારે બીજા પુરૂષ સાથે સંબધ બાંધવો પડે તો તારા બાળકો થાય. ઇમ્તિયાઝે પરણિતાને હોટલમાં જઇએ અને તું મારી સાથે સંબધ રાખીશ તો તારે બાળકો થશે. તેવી વાત કરી, ઇમ્તિયાઝની વાત સાંભણીને યુવતી ઉશ્કેરાઇ હતી અને તેને ઘરમાં કાઢી મુક્યા બાદ પોલીસમાં ફરિયાદ આપી હતી.

આ ઘટના મહિલાએ ઇમ્તિયાઝ વિરુદ્ધ ફરિયાદ કરતા આરોપીના પરિવારજનોએ મહિલાના ઘરમા મારામારી કરી હોવાનો આરોપ દપંતીએ લગાવ્યો હતો. હાલમા વેજલપુર પોલીસે આ આક્ષેપોને લઈને બન્ને પક્ષે ફરિયાદ લઈને વધુ તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો