મફતમાં પથરી મટાડતા ગુજરાતી દાદા, 12MMની પથરી માત્ર ત્રણ જ દિવસમાં ભૂક્કો થઈને બહાર નીકળી જશે

આજે અમે તમને બતાવીશું કચ્છના અંજાર તાલુકામાં આવેલા જૂની દૂધઈ ગામના વતની એવા ભૂરાભાઈ પટેલનો પથરી મટાડવાનો અનોખા પાવડરની. એક સેવાભાવી વ્યક્તિએ આ ગુજરાતી દાદાના આ સરાહનીય કાર્યોનો વ્યાપ વધે તે માટે તેમનો વીડિયો બનાવીને આ સંપૂર્ણ વિગતો વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટે સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો.

જુઓ વિડિઓ:-

છેલ્લા બે જ વર્ષમાં અંદાજે 4,500 લોકોની પથરી નીકાળી ચૂકેલા આ દાદા તેમના ઘરે ના જઈ શકતા લોકોને આ પાવડર સાવ મફતમાં કુરિયર પણ કરે છે. એક સમયે આણંદમાં વસતા કોઈ મહાત્મા પાસેથી તેમણે આ પાવડર બનાવવાની રીત જાણી હતી. જેના માટેની બે શરતોનું તેઓ આજે પણ પાલન કરે છે. તે મહાત્માની પહેલી શરત એ હતી કે આ પાવડર લોકોને સાવ મફતમાં આપવો અને બીજી શરત એ હતી કે કોઈને પણ તેને બનાવવાની રીત ના કહેવી. આ પાવડરનો ઉપયોગ કરવાની પણ રીતની જો વાત કરીએ તો તેને નવ ભાગમાં વહેંચીને 3 દિવસ સુધી ત્રણ ટાઈમ લેવાનો હોય છે. આ રીતે માત્ર ત્રણ જ દિવસમાં 12એમએમની પથરી નીકળી જશે તેમજ જો તેના કરતાં મોટી પથરી હશે તો તે છ દિવસની દવામાં નીકળી જશે. જો તમે પણ પથરીની બિમારીથી પીડાતા હોય કે તમારું કોઈ ઓળખીતું પથરીના દર્દથી હેરાન થતું હોય તો ચોક્કસ ઉપરના વીડિયોમાં જોઈ લો આ ગુજરાતી ભૂરાદાદાનો મોબાઈલ નંબર પણ.જો દાદાની સફળતાની વાત કરીએ તો અંજાર વિસ્તારના અનેક ડૉક્ટર્સ પણ જો તેમની દવાથી કોઈ દર્દીની પથરી ના નીકળે તો ભૂરાદાદા પાસે મોકલી દે છે.

જાણી લો છેલ્લા બે વર્ષમાં 4,500 લોકોની પથરી મટાડનાર ભૂરાબાપાનો કઈ રીતે કરવો કોન્ટેક્ટ

જો તમને પણ આ વીડિયો ગમ્યો હોય તો અવશ્ય શૅર કરો જેથી એવા લોકોને પણ રાહત થાય જેઓ પૈસા ખર્ચી ખર્ચીને પણ પથરીના દર્દથી છુટકારો મેળવી શક્યા નથી.

One Response

  1. Chirag joshi 16th November 2018

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!