લોકડાઉનના ઉડ્યા ધજાગરા! ભૂપેન્દ્રસિંહને રાહત મળતાં ભાજપ કાર્યકર્તાઓએ રસ્તા પર ઉતરી ફટાકડાં ફોડી કરી ઉજવણી

ગુજરાતમાં લોકડાઉનનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે. પોલીસ રસ્તા પર જે લોકો દેખાય તેની ધરપકડ કરી લોકડાઉનનું ચુસ્ત પાલન કરાવી રહી છે. સરકાર પણ કોરોનાનું સંક્રમણ ન અટકાવવા માટે લોકોને સતત ઘરે રહેવા અપીલ કરી રહી છે. પણ સરકારની વાત ખુદ ભાજપના જ કાર્યકર્તાઓ માની રહ્યા નથી. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળતાં જ ધોળકામાં ભાજપનાં કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવીને ઉજવણી કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

2017ની વિધાનસભાની ચૂંટણીમાં આચરવામાં આવેલી ગેરરીતિ મામલે ગુજરાત હાઈકોર્ટે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને ઝટકો આપતાં ચૂંટણી રદ કરી દીધી હતી. જે બાદ આ મામલે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખટખટાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે આ મામલે હાઈકોર્ટના ઓર્ડર પર સ્ટે આપી દીધો હતો. જે બાદ ખુદ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ખુશખુશાલ થયા હતા. જો કે તેનાથી પણ વધારે ધોળકાના ભાજપના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહનો માહોલ છવાયો હતો.

ધોળકામાં લોકડાઉનના કાયદાના લીરેલીરા ઉડાવતાં ભાજપના કાર્યકર્તાઓ હાથમાં ઝંડા લઈને રસ્તા પર નીકળી આવ્યા હતા. અને રસ્તા પર ફટાકડાં ફોડીને ઉજવણી કરી હતી. ગઈકાલે ઉજવણીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. જે બાદ આ મામલે ભારે વિવાદ સર્જાયો છે. એકબાજુ અમદાવાદ ગ્રામ્યમાં સૌથી વધારે કેસો ધોળકામાં નોંધાયા છે. તેવામાં આ રીતે સરેઆમ બહાર નીકળી ઉજવણી કરતાં કાર્યકરોને કોઈ અટકાવ્યા નહીં?

ભાજપનાં જ કાર્યકર્તાઓ આ રીતે રસ્તા પર આવીને ફટાકડાં ફોડી લોકડાઉન, સોશિયલ ડિસ્ટન્સનાં ધજાગરા ઉડાડતાં ખુદ સરકાર અને પોલીસ પ્રશાસન પર સવાલો ઉભા થઈ રહ્યા છે. લોકોને ડ્રોન અને સીસીટીવીથી શોધી કાઢતી પોલીસને ભાજપનાં આ કાર્યકરો નહીં દેખાયા હોય? શું પોલીસ દ્વારા ભાજપનાં આ કાર્યકર્તાઓ સામે પગલાં લેવામાં આવશે કે કેમ? શું સરકાર પોતાનાં જ કાર્યકર્તાઓ પર કોઈ એક્શન લેશે ખરી? ધોળકામાં કોની આગેવાની આ રીતે ઉજવણી કરવામાં આવી? શું સત્તાપક્ષનાં કાર્યકર્તાઓને નિયમો લાગુ નથી પડતા?

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો