નાઈટ કરફ્યૂમાં એકલી ઉભેલી મહિલાને લિફ્ટ આપવી ભુજના યુવકને ભારે પડી, જાણો સમગ્ર કિસ્સો..

હાલ સમગ્ર રાજ્યના 36 શહેરોમાં કોરોનાને કારણે નાઈટ કરફ્યૂ ચાલી રહ્યો છે. તેવામાં ભુજમાં નાઈટ કરફ્યૂમાં એકલી ઉભી રહેલી મહિલાની મદદ કરવી ભુજના એક યુવકને ભારે પડી ગઈ હતી. મહિલાએ અને તેના સાથીદારને યુવકને લૂંટી દીધો હતો. આ મામલે યુવકે ફરિયાદ નોંધાવતાં પોલીસે મહિલા સહિત પાંટ આરોપીઓને દબોચી લીધા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ભુજમાં રાત્રી કરફ્યૂ દરમિયાન આત્મારામ સર્કલ પાસે મહિલાએ રસ્તા પરથી પસાર થતાં એક્ટિવા ચાલકને ઉભા રાખી ઘર સુધી પહોડવા મદદ માંગી હતી. યુવકે પોતાની એક્ટિવા પાછળ મહિલાને બેસાડી તેના ઘરે ભુજીયા રિંગરોડ રામનગરી મુકવા માટે ગયા તે સમયે અગાઉ ચાર લોકો હાજર હતા. તે દરમિયાન ફરિયાદી મહમદ હનીફ હારુન લુહારને માર મારી છરી બતાવી આરોપીઓએ મોબાઈલ ફોન તથા 1000 રૂપિયા રોકડની ધાડ કરી આરોપી ફરાર થઈ ગયા હતા.

સમગ્ર ઘટનામાં ભુજ બી ડિવિઝન પોલીસે ધાડ અંગે ગુનો નોંધી આરોપીની ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી. હાલ પોલીસે મુખ્ય સૂત્રધાર મહિલા અને તેના ચાર સાગરીતો ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપી પાસેથી ધાડ કરેલ મોબાઈલ, છરી અને રોકડ રૂપિયા રિકવર કરવામાં આવ્યા છે. પોલીસે તમામ આરોપીના રિમાન્ડ મેળવી પુછપરછ હાથ ધરવામાં આવી છે. ધાડ ગુનામાં સંડોવાયેલ મહિલા આરોપી રૂબીના ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આરોપી રૂબીના સામે અગાઉ પણ ગુના નોંધાયેલા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો