ભૂજમાં હૈયાફાટ રૂદનથી કાળો કલ્પાંત, માટીનું ઘર બનાવીને અંદર રમતા ત્રણ બાળકો પર ભેખડ ધસી પડતાં ત્રણેયનાં મોત

ભુજ તાલુકાના ધ્રોબાણા ગામમાં આવેલી હુશેનીવાંઢમાં નદીના પટમાં ઘર બનાવીને અંદર બેસીને રમત રમતા ત્રણ બાળકોનું માટી ઘસી પડતાં મોત નીપજ્યું હતું, જેના પરિમાણે ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પરિવારમાં પણ હૈયાફાટ રૂદનથી કાળો કલ્પાંત છવાઈ ગયો હતો.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે ભુજ તાલુકાના ખાવડા પંથકમાં આવેલા ધ્રોબાણા ગામે ત્રણ પિતરાઈ ભાઈઓ જેમાં રઝાઉલ્લા રસીદ સમા (ઉ.વ.14), મુનીર કાદર સમા (ઉ.વ.13) તેમજ કલીમુલ્લા ભીલાલ સમા (ઉ.વ.16) ધ્રોબાણાના ગામની નદીના પટમાં રમવા માટે ગયા હતા. નદીના પટમાં તેઓ દરરોજ રમવા માટે જતા હતા, તેમ આજે પણ નદીની નરમ રેતીને બહાર કાઢીને તેમાંથી માટીનું ઘર બનાવીને તેમાં અંદર રમી રહ્યા હતા.

જો કે, કુદરતને કંઈ બીજું જ મંજૂર હોય તેમ આ ત્રણેય બાળકો અંદર રમતા હતા, ત્યાં માટી ઘસી પડી હતી, જેમાં ત્રણેય બાળકો દટાઈ ગયા હતા. બાળકોએ બહાર નીકળવાના તમામ પ્રયાસો કર્યા હતા, પરંતુ તેમાં તેઓ સફળ થયા નહોતા અને કાળ ભેટી ગયો હતો. નદીના પટમાં બનેલી આ ઘટના અંગેગ્રામજનો પણ અજાણ રહ્યા હતા. તો બીજી તરફ દરરોજ રાત્રે નિયમિત ઘરે પહોંચી આવતા બાળકો રાત્રે 8.30 લાગ્યા સુધી નહીં આવતા પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ઘરવામાં આવી હતી.

આ દરમ્યાન પરિવારજનો બાળકોને શોધતા શોધતા નદીના પટ તરફ આવ્યા હતા અને ત્યાં માટીના દરની બહાર પડેલા ચપ્પલ પર તેમની નજર પડી હતી. જેથી તાત્કાલિક ધોરણે માટી ઉલેચતા તેમાંથી ત્રણેય બાળકોના મૃતદેહો મળી આવ્યા હતા. આ દ્દશ્ય જોઈને પરિવારજનો પણ હતપ્રભ બન્યા હતા અને હૈયાફાટ રૂદન સાથે કલ્પાંત છવાઈ ગયો હતો. આ મામલે ખાવડા પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ અંગે તપાનીસ પીએસઆઈ જેપી સોઢાએ જણાવ્યું હતું કે, બાળકો દરરોજ ગામની નદીના પટમાં રમવા માટે જતા હતા અને ત્યાં રેતીમાંથી પોલાણ બનાવીને રમત રમતા હતા. જે અંતર્ગત રવિવારે સાંજે પણ તેઓ ત્યાં ગયા હતા અને 6.30 વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો. જેમાં 8થી 10 ફૂટનું પોલાણ બનાવ્યું હતું. તેમાં બેસીને રમતા બાળકો પર માટી ઘસી પડતાં તેઓ દટાઈ ગયા હતા.

ઘટના સ્થળે ગ્રામજનોના ટોળા એકત્ર થયા

ત્રણ બાળકોના એક સાથે મોત થવાની ઘટનાથી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. સાંજે 6.30 વાગ્યાના અરસામાં બનેલી ઘટનાની જાણ ગ્રામજનોને રાત્રે 10 વાગ્યાના અરસામાં થતાં ઘટના સ્થળે ગ્રામજનોના ટોળાં એકત્ર થયા હતા, બાળકોના મૃતદેહો જોઈને સૌ કોઈ હતપ્રભ બની ગયા હતા.

ત્રણેય બાળકોના પિતા મજૂરી કામ કરે છે

આ અંગે કચ્છ જીલ્લા પંચાયતની દિનારા બેઠકનાં સભ્ય રસીદ સમાએ જણાવ્યું હતું કે, ધ્રોબાણા ગામની ઘટના ઘણી દુખદ છે. આ ઘટનામાં જે ત્રણ બાળકો મૃત્યું પામ્યા છે. તેમાં એક બાળકાના પિતા છુટક મજૂરી કરે છે, બીજા બાળકના પિતા સરહદ પર રોડના કામમાં મજૂરી કરે છે જ્યારે ત્રીજા બાળકના પિતા બિમાર છે. આમ ત્રણેય પિતાએ પુત્ર ગુમાંવતા તેમના પરિવાર પર ભારે દુખ આવી પડ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો