ભિલોડામાં મહિલા LRDએ પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો, મહિલા પોલીસકર્મીના આપઘાતનું કારણ અકબંધ

ગુજરાત પોલીસમાં ફરજ બજાવતાં અનેક અધિકારીઓ અને કર્મચારીઓએ અગમ્ય કારણોસર આત્મહત્યાનો માર્ગ અપનાવી રહ્યા છે. ત્યારે વધુ એક મહિલા પોલીસકર્મીએ આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર મચી છે. અરવલ્લી જિલ્લાના ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં મંગુબેન નીનામાએ ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું હતું. તેઓના મોતથી સાથી મહિલા પોલીસકર્મીઓને આઘાત લાગ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

મહિલા પોલીસકર્મીએ આત્મહત્યા કરી લેતાં પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. મહિલા પોલીસકર્મીના પતિ સ્ટેટ રિઝર્વ પોલીસમાં ફરજ બજાવી રહ્યા છે. મહિલા પોલીસકર્મીએ આત્મહત્યા કરી લેતાં ભિલોડા પોલીસ સહીત જિલ્લા પોલીસબેડામાં શોકનો માહોલ છવાયો હતો.

ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં મહિલા એલઆરડી અને ચૂનાખાણના 29 વર્ષીય મંગુબેન ગોપાળભાઈ નીનામા પોલીસકર્મીએ પોલીસલાઈનના ક્વાટર્સમાં પંખા સાથે દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર મચી હતી. મહિલા પોલીસકર્મીએ આત્મહત્યા કરી લેતા જિલ્લા પોલીસતંત્રના ઉચ્ચ અધિકારીઓ અને ભિલોડા પીઆઈ સહીત પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચી મૃતક મહિલા પોલીસકર્મીના મૃતદેહને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મહિલા પોલીસકર્મીના આત્મહત્યા કરવાનું કારણ અકબંધ છે. ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં અન્ય મહિલા પોલીસકર્મીઓના જણાવ્યા અનુસાર મંગુબેન નિનામા મહેનતુ અને મળતાવડા સ્વભાવના હતા તેમજ હંમેશા ખુશ રહેતા હતા. અન્ય મહિલા પોલીસકર્મીઓ સાથે ટૂંકગાળામાં આત્મીયતા કેળવી લીધી હતી. ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસકર્મીએ કેમ આવું પગલું ભર્યું, તેણીએ કોઈ સુસાઈડ નોટ લખી છે કે કેમ સહીત ઉંડાણપૂર્વકની તપાસ પોલીસે હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો