કોરોના પર કાબુ મેળવવાના મામલામાં ભીલવાડા દેશ માટે બન્યું રોલ મોડલ, દેશનું પ્રથમ શહેર જેણે 11 દિવસમાં મહાકર્ફ્યુ લગાવ્યો, 25 લાખ લોકોનું સ્ક્રીનિંગ કર્યું

કોરોના પર કાબુ મેળવવાના મામલામાં ભીલવાડા દેશમાં રોલ મોડલ બની ગયું છે. અહીંના પ્રશાસનને 20 માર્ચે પહેલો પોઝિટિવ કેસ મળ્યા બાદ જે પ્લાન બનાવ્યો, તેની કેન્દ્રએ પ્રશંસા કરી છે. રવિવારે થયેલા વીડિયો કોન્ફોરન્સિંગમાં કેન્દ્ર સરકારના કેબિનેટ સેક્રેટરી રાજીવ ગાબાએ કહ્યું કે હવે કોરોના દેશના 223 જિલ્લામાં ફેલાઈ ચુક્યો છે. આ કારણે તમામે ભીલવાડામાંથી શીખવું જોઈએ કે તેને કઈ રીતે કાબુ કરી શકાય છે.

  • અહીં 27માંથી 15 દર્દી સાજા થઈને ઘરે ગયા; 7 પોઝિટિવનો રિપોર્ટ નેગેટિવ આવ્યો, માત્ર 3 સંક્રમિત બચ્યા

કેબેનિટે સેક્રેટરીએ ભીલવાડામાં થયેલા કામને આદર્શ ગણાવ્યું. તેમણે વીસીમાં ઉપસ્થિત તમામ રાજ્યોના મુખ્ય સેક્રેટરીઓને ભીલવાડામાંથી શીખવાની વાત કહી. ઉલ્લેખનીય છે કે ભીલવાડા દેશમાં એવું પ્રથમ શહેર છે જ્યાં 14 દિવસના કર્ફ્યુ છતા વધુ સખ્તાઈ કરવા માટે 3થી 13 એપ્રિલ સુધી મહાકર્ફ્યુ લગાવવામાં આવ્યો. મહાકર્ફ્યુના શબ્દની શરૂઆત ભીલવાડાથી થઈ છે.

 જાણો શું છે ભલવાડાનો સંપૂર્ણ રોડમેપ…

1.કલેકટર રાજેન્દ્ર ભટ્ટે રાજય સરકારના કોઈ સરકારી આદેશની રાહ જોયા વગર જ જિલ્લાને તમામ 20 ચેકપોસ્ટ બનાવીને સીલ કરી દીધો.

2. સંક્રમણ બાંગડ હોસ્પિટલમાંથી ફેલાયુ એટલા માટે સૌથી પહેલા એ નક્કી કર્યું કે અહીં કઈ-કઈ જગ્યાએથી દર્દીઓ આવ્યા. લિસ્ટ કાઢ્યું તો ખ્યાલ આવ્યો કે 4 રાજ્યોના 36 અને રાજસ્થાનના 15 જિલ્લાના 498 દર્દીઓ હતા.

3. છ પોઝિટિવ કેસ મળતાની સાથે જ ભીલવાડામાં કર્ફ્યુ લગાડવામાં આવ્યો હતો. જેથી લોકો ઘરમાં રહે. બાંગડ હોસ્પિટલમાં આવનારા દર્દીઓનું સ્ક્રીનિંગ શરૂ કર્યું. જિલ્લામાં અવાય તેવા તમામ 20 રસ્તાઓ પર ચેક પોસ્ટ બનાવીને સીમાઓ સીલ કરી દીધી જેથી કોઈ બહાર ન જઈ શકે.

4. છ હજાર ટીમ બનાવીને 25 લાખ લોકોનું સ્ક્રીનિંગ શરૂ કરી દીધું. લગભગ 18 હજાર લોકો શરદી-તાવથી પીડાતા હોવાનું જાણવા મળ્યું. 1215 લોકોને હોમ આઈસોલેટ કરી ત્યાં કર્મચારીઓને ગોઠવવામાં આવ્યા. લગભગ એક હજાર શંકાસ્પદને 20 હોટલમાં ક્વૉરન્ટીન કરવામાં આવ્યા.

5. નગર પરિષદે શહેરના 55 વોર્ડમાં બે-બે વખત હાઈપો ક્લારોડ 1 ટકાના છટકાવની જવાબદારી લીધી. જેથી સંક્રમણ ફેલ થઈ શકે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો