અમેરિકામાં મોટેલ ચલાવતાં મૂળ વલસાડના ભીખુભાઈ પટેલની હત્યા

અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે. મૂળ વલસાડનાં કલવાડાનાં 60 વર્ષીય ભીખુભાઇ પટેલની તેમની જ મોટેલનાં રૂમમાં હત્યા કરાયેલી લાશ મળી હતી. રૂમ નંબર 9માંથી તેમની હત્યા કરાયેલી લાશ મળી આવતાં સમગ્ર વલસાડ પંથકના પાટીદાર સમાજમાં ચિંતાનો મોજું ફરી વળ્યું હતું. ભીખુભાઈ પટેલનો પરિવાર પણ અમેરિકામાં જ રહે છે. હત્યાના આરોપમાં પોલીસે બે આરોપીઓને કસ્ટડીમાં લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે.

ભીખુભાઈની તેમની જ મોટેલમાં હત્યા.. મોટેલના રૂમમાંથી મૃતદેહ મળી આવ્યો..

બે આરોપીઓ ઝડપાયા

ભીખુભાઈનીહત્યાના આરોપમાં પોલીસે એક મહિલા અને એક પુરૂષને ઝડપી લીધા છે. બંન્નેને મંગળવારે પોલીસે પૂછપરછ કરીને કસ્ટડીમાં લીધા હતા. આ બંન્ને પર હત્યાનો ગુનો નોંધીને પૂછપરછ હાથ ધરવામાં આવી છે. 31 માર્ચનાં રોજ 5.30 સાંજે ભીખુભાઇ પટેલનો મૃતદેહ તેમની જ મોટેલનાં રૂમ નંબર 9માંથી મળ્યો હતો. જ્યારે મૃતદેહ મળ્યો ત્યારે તેમણે સફેદ કોટ પહેર્યો હતો.હાલ પોલીસ આરોપીઓ પાસેથી વધુ વિગતો મેળવવા પૂછપરછ કરી રહી છે.

22 વર્ષથી અમેરિકા રહે છે

ભીખુભાઇ પટેલ છેલ્લા 22 વર્ષથી અમેરિકામાં બવાના ખાતે રહેતા હતા. છેલ્લા 3 વર્ષથી મોટલ ભાડે રાખીને તેનું સંચાલન કરી રહ્યા હતા. ક્યાં કારણોથી હત્યા થઇ છે. હત્યા કોણ કરી ગયું છે. કલવાડા ખાતે રહેતા પરિવાર જનોને કઈ ખબર નથી. ઘટનાના 2 દિવસ બાદ અમેરિકામાં રહેતા ભીખુભાઇના મિત્રએ વલસાડ ખાતે રહેતા પરિવાર જનોને ટેલિફોનિક જાણ કરી હતી.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો