અનોખી સેવા: ભાવનગરનો પટેલ પરિવાર રોજ 3 થી 4 હજાર લિટર ઉકાળો બનાવી લોકોને ફ્રીમાં આપે છે

સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ભારત સહિત દેશ-વિદેશમાં કોરોનાની રસી શોધવામાં આવી રહી છે. પરંતુ હજુ સુધી કોઈ વેક્સિન બહાર આવીનથી. ત્યારે હાલ કોરોનાની સામે લડવા માટે આપણો દેશી આયુર્વેદિક ઉકાળો સૌથી ફાયદાકારક સાબિત થયો છે. ભાવનગરમાં રહેતા નયનભાઈ પટેલ અને તેના પરિવારે ઉકાળો બનાવવાનું શરૂ કર્યું છે અને આખા ભાવનગરમાં ફ્રીમાં વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ પરિવારે રોજ 3થી 4 હજાર લિટર ઉકાળો બનાવીને લોકોને ફ્રીમાં આપે છે. આ ઉકાળા વિતરણથી જે વિસ્તારોને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે તે વિસ્તારોમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

રવિવારે 5500 લિટર કરતા વધુ ઉકાળો ગયો હતો

નયનભાઈ પટેલે ઉકાળા વિશે વાત કરતાં જણાવ્યું હતું કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોંમાંથી કાવો શબ્દ નીકળ્યો અને મને આયુર્વેદ પર વિશ્વાસ હોય ત્યારથી મેં આ કાવો બનાવવાનું શરૂ કર્યું છે. આદુ, જીરું, અજમા, કાળા અને સફેદ મરી, તુલસી, ફુદીના, ગોળ સહિતની વસ્તુઓના ઉપયોગથી આ ઉકાળો બનાવવામાં આવે છે. આ કામમાં સવારથી તેમના પરિવારના તમામ સભ્યો પણ મદદ કરે છે.આ આયુર્વેદિક ઉકાળો પોતે જ્યારથી લોકડાઉન શરૂ થયું ત્યારથી લોકો સુધી પહોંચાડી રહ્યા છે.

ઈમ્યુનિટીમાં વધારો થતાં કોરોના કંટ્રોલમાં આવ્યો

મહત્વનું છે કે ભાવનગરમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો અને ત્યારબાદ કેસો અને વિસ્તાર વધતા ગયા. સાંઢીયાવાડ વિસ્તારને હોટસ્પોટ વિસ્તાર જાહેર કર્યો ત્યારથી ઉકાળો મોકલવાનું શરૂ કર્યું હતું. એ સમયે સાંઢીયાવાડમાં કોરોનાના કેસ સૌથી વધુ હતા. ઉકાળો પીને તેઓની ઈમ્યુનિટીમાં વધારો થતા કોરોના કંટ્રોલમાં આવ્યો છે. એટલું જ નહીં છેલ્લા ઘણા દિવસોથી તે વિસ્તારમાં કોરોના કેસ પણ નોંધાયા નથી. આ વિસ્તારમાં સતત અઢી મહિના સુધી ઉકાળો મોકલવામાં આવ્યો હતો. રસાલા કેમ્પમાં રોજ 500થી 600 લિટર ઉકાળો મોકલાતો આ સાથે જ રસાલા કેમ્પમાં પણ કેસમાં વધારો થવા લાગતા ત્યાં પણ દરરોજ 500થી 600 લિટર ઉકાળો સવાર સાંજ મોકલવાનું શરૂ કર્યું. જેથી આ વિસ્તારમાં પણ છેલ્લા 8 દિવસથી એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. નયનભાઈ સાંઢીયાવાડ અને રસાલા કેમ્પ સિવાય વડવા, અમીપરા, સુભાષનગર, બોરડીગેટ, કાળીયાબીડ અને જૈન દેરાસરો સહિત 58 જેટલી સોસાયટીઓમાં રહેતા લોકોને નિયમિત ઉકાળાનું સેવન કરવામાં આવી રહ્યું છે.

અત્યાર સુધીમાં ઉકાળો બનાવી 20થી 25 હજાર લોકો સુધી પહોંચાડી ચૂક્યા છે

નયનભાઈ પોતે જ ઉકાળો બનાવે છે. રોજ 4થી 5 હજાર લિટર જેટલો ઉકાળો બનાવી 20થી 25 હજાર લોકો સુધી પહોંચાડી ચૂક્યા છે. નયનભાઈએ જણાવ્યું હતું કે જૈન મહારાજ સાહેબો આદુ ન ખાતા હોવાથી તેના ઉકાળામાં સૂંઠ નાખીને બનાવવામાં આવે છે. નયન પટેલના ઉકાળાથી અનેક લોકોને ફાયદો છે. નયનભાઈના આ કામની કલેક્ટર, કમિશનર અને SP દ્વારા પણ સરાહના કરવામાં આવી છે.

(અહેવાલ-તસવીરોઃ ભરત વ્યાસ-ભાવનગર)

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો