સ્કૂલો વાલીઓને ફી ભરવા માટે દબાણ કરી રહ્યા છે ત્યારે એક સ્કૂલ રિક્ષાચાલકે 175 વિદ્યાર્થીઓની 3 મહિનાની ફી માફ કરીને સમાજને ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું

કોરોનાની મહામારીમાં સમાજ ઉપયોગી કામ કરવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. આ પ્રકારનો એક કિસ્સો ભાવનગરમાં જોવા મળ્યો છે. એકતરફ શિક્ષણની હાટડી ખોલીને ખૂબ રૂપિયા કમાનારા શિક્ષણ સંસ્થાના માલિકો વાલીઓને ફી ભરવા માટે દબાણ કરી રહ્યા છે. ત્યારે ભાવનગરના એક રીક્ષાચાલકે તેમની રિક્ષામાં શાળાએ જતાં 175 વિદ્યાર્થીઓની 3 મહિનાની ફી નહીં લઈને સમાજને ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સમગ્ર દેશની સાથે ગુજરાત રાજ્ય પણ કોરોનાની મહામારીમાં ફસાયું છે. ત્યારે સૌરાષ્ટ્રમાં ભાવનગરના એક રીક્ષાચાલકે અનોખી મિશાલ જગાવી છે. ભાવનગરના વડવા વિસ્તારમાં આવેલ અમીપરામાં રહેતાં રીક્ષાચાલક ઇમરાન બેલીમ છેલ્લા 13 વર્ષથી શાળાઓમાં બાળકોને પોતાની રીક્ષામાં લઇને જાય છે. અને બાકીનાં સમયમાં રિક્ષાનાં ફેરાં કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આ રીક્ષાચાલક સાવ સામાન્ય પરિવારમાંથી આવે છે. તમને પણ 2 સંતાનો છે. તાજેતરમાં લોકડાઉનની સ્થિતિમાં તેમણે પોતાની રિક્ષામાં શાળાએ જતાં 175 વિદ્યાર્થીઓની ફી નહીં લઇને વાલીઓ ઉપરથી બોજ હટાવ્યો છે. આ રીક્ષાચાલકને દર મહિને 35 હજારની ફી મળે છે. પરંતુ ઇમરાન ભાઈએ 3 મહિનાની 1.05 લાખ ફી જતી કરી છે. તેમનું કહેવું છે કે હું પણ મધ્યમ વર્ગનો છું અને મને ખબર છે કે આ સ્થિતિમાં લોકો પાસે મને રીક્ષાની ફી આપવાની રકમ નથી માટે મેં આ ફી જતી કરી છે.

એક તરફ શિક્ષણને ધંધો બનાવી દેનારા લોકો કોરોનાની મહામારીમાં પણ વાલીઓને ફી માટે પરેશાન કરી રહ્યા છે. ત્યારે બીજી બાજુ રિક્ષાચાલક ઇમરાન ભાઈએ ફી નહીં લઈને વેરાન રણમાં મીઠી વીરડી સમાન ઝરણું વહેતું કર્યું છે. ઈમરાનભાઈ બેલીમની રીક્ષામાં તેમના જ વિસ્તારના ૧૭૫ બાળકો વિવિધ સ્કૂલો, ટ્યુશન અને મદ્રેસામાં અભ્યાસ કરવા જાય છે. ઇમરાનભાઈ એ તો ત્યાં સુધી નક્કી કર્યું હતું કે કદાચ આ બાળકોની સેવા માટે મારી પત્નીના બાળકોના દાગીના વેચી દેવા પડશે તો એ પણ કરીશ. પણ ગરીબ વાલીઓના માથે ફીનું પોટલું નહી મુકું. વાલીઓએ ઇમરાન ભાઈની પ્રશંસા કરી તેમના નિર્ણયને આવકાર્યો છે.

એકતરફ ભાવનગરમાં આવેલી મોટાભાગની સ્કૂલો વાલીઓને નો પોસાય તેવી તગડી ફી લે છે. અને વાહન ભાડાનાં પણ પોતાની બસો દોડાવે છે. ત્યારે ઇમરાન ભાઈએ શિક્ષણની હાટડી ચલાવનાર લોકો પર થપાટ મારી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો