ભાવનગરના રૂપાવટી ગામે પુત્ર સાથે ઝઘડાનો ઠપકો આપવા ગયેલા પિતાને પુત્રની નજર સામે જ રહેંસી નાખ્યા

ભાવનગર જીલ્લાનાં ગારિયાધાર તાલુકાના રૂપાવટી ગામે ગત રાત્રિના અરસા દરમિયાન તિક્ષ્ણ હથિયારનાં ઘા ઝીંકી યુવાનની હત્યા થવા પામી હતી. જે મામલે પુત્ર સાથે મોબાઇલની બાબતે થયેલ બોલાચાલીનો ઠપકો આપવા જતા ચાર શખસોએ જીવલેણ હુમલો કરી પિતા-પુત્ર અને બે ભત્રીજાને છરીના આડેધડ ઘા ઝીંકી દેતા યુવાનનું મૃત્યુ નિપજવા પામ્યા સંદર્ભે પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે.

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જીલ્લાનાં પાલિતાણા તાલુકાના રૂપાવટી ગામે પાલડી રોડ પર રહેતા ગોરધનભાઇ ગીગાભાઇ ઉનાવા (ઉ.વ.૫૫)એ ગારિયાધાર પોલીસ મથકમાં આજ ગામના તેઓના કુટુંબી ભાઇ દેવરાજ જીણાભાઇ ઉનાવા, જીતુ દેવરાજભાઇ ઉનાવા, રાજુ દેવરાજભાઇ ઉનાવા, વિપુલ બિજલભાઇ ઉનાવા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, તેઓના નાનાભાઇ રમેશભાઇ ગીગાભાઇ ઉનાવા (ઉ.વ.૪૦)ને તેના કુટુંબી દેવરાજ ઉનાવા સાથે પારિવારીક મનદુઃખ ચાલતું હોય અને ગઇકાલે રમેશભાઇના દિકરા કૌશીકભાઇ અને જીતુ દેવરાજભાઇ બંને વચ્ચે મોબાઇલ બાબતે સાંજના સુમારે બોલાચાલી થઈ હતી.

આ અંતર્ગત દેવરાજ ઉનાવાના ઘરે તેઓના ભાઇ રમેશભાઇ, તેના બંને દિકરા કનુભાઇ, દિનેશભાઇ અને ભત્રીજા કૌશીકભાઇ ઠપકો આપવા જતા જીતુ દેવરાજ અને તેમના પરિવારે એકસંપ થઈ આ વખતે આ લોકોને જીવતા રહેવા દેવા નથી, મારી નાખાશું તેમ કહી ઘરમાંથી છરી જેવા તિક્ષ્ણ હથિયાર લાવ્યા અને રમેશભાઇના પેટના ભાગે ઝીંકી દઇ સાથે દિકરા કનુભાઇ, દિનેશભાઇ અને ભત્રીજા કૌશીકભાઇને પણ આડેધડ છરીના ઘા ઝીંકી ગંભીર ઇજા પહોંચાડી નાસી છુટયા હતાં.

આ હુમલા બાદ ઘાયલ પિતા અને બે પુત્ર તથા ભત્રીજાને તાત્કાલિક સારવાર અર્થે ગારિયાધાર સરકારી હોસ્પિટલ ખસેડાતા ફરજ પરના તબીબે રમેશભાઇને મૃત જાહેર કર્યાં હતાં. જ્યારે તેના બંને દિકરા અને ભત્રીજાને ભાવનગર સારવાર અર્થે ખસેડયાં હતાં. ફરિયાદના આધારે ગારિયાધાર પોલીસે ચારેય શખ્સ સામે આઇપીસી ૩૦૨, ૩૨૬, ૩૨૪, ૧૧૪, ૩૪ તેમજ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો