ભાવનગરના તળાજામાં યુવકે ધોરણ-12ની વિદ્યાર્થિનીને ફસાવી દુષ્કર્મ આચર્યું, 10 તોલા સોનું પણ પડાવી લીધું

ભાવનગર જિલ્લા (Bhavnagar district)નાં તળાજાના એક વિધર્મી યુવકે એક સગીરા (Teenager)ને ફસાવી દુષ્કર્મ આચરી ઘરેણાં પડાવી લીધાની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. આ યુવક સામે આરોપ છે કે તે લૉકડાઉન (Lockdown) સમયથી સગીરાનો સ્કૂલે (School) જવાના સમયે પીછો કરતો હતો. જે બાદમાં યુવતીને તેની કારમાં ઘરે લઈ જઈને બદકામ કર્યું હતું. એટલું જ નહીં, થોડા સમય પહેલા સગીરાને લલચાવી, ફોસલાવી ધાક-ધમકી આપી 10 તોલા સોનાના ઘરેણાં પણ પડાવી લીધા હતા.

તળાજા પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ સગીરાના પિતાએ અહીંની ભવાની શેરીમાં રહેતા હુસેનઅલી નૌશાદઅલી વિરાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જે પ્રમાણે ફરિયાદીની સગીર વયની દીકરી લૉકડાઉન પહેલા ધો. 12માં અભ્યાસ કરતી હતી. તે સમયે આરોપી હુસેનઅલી વિરાણી તેણીનો પીછો કરતો હતો. એટલું જ નહીં તે સગીરાનાં ઘર પાસે પણ ચક્કર લગાવતો હતો. આ અંગે આસપાસનાં સ્થાનિક પાડોશીઓને પણ ખબર પડી ગઈ હતી.

ત્રણેક માસ પહેલા ફરિયાદી ધંધાર્થે બહાર ગામ ગયા હતા ત્યારે આરોપીએ સગીરાને ઈશારો કરીને બોલાવી હતી અને તેની કારમાં લઈ ગયો હતો. જેના એક કલાક બાદ તે સગીરાને પરત મૂકી ગયો હતો. આ સમયે ફરિયાદીના પાડોશી આરોપીને જોઈ ગયા હતા. આ દરમિયાન બે દિવસ પહેલા ફરિયાદીના રે તિજોરીમાં રાખેલા ઘરેણાં ન મળતા સગીરાની પૂછપરછ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.

સગીરાએ પરિવારજનોને આપવીતી કહી હતી કે યુવકે કારમાં લઇ જઇને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. થોડા દિવસ પહેલા લલચાવી, ધાક-ધમકી આપી અલગ અલગ સમયે ચેન-૧, પેન્ડલ-૧, કાનની બુટી-૨, કાનની સર-૨ મળી કુલ-૧૦ તોલા જેટલું સોનુ આરોપીએ સગીરા પાસે પડાવી લીધું હતું. તળાજા પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી હુસેનઅલી નૌશાદઅલી વિરાણી વિરુદ્ધ ફરિયાદ મળતા તેને નજર કેદ કરવામાં આવ્યો છે. કોરોના ટેસ્ટ બાદ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો