ભાવનગરના ધોરણ-12ના વિદ્યાર્થીએ બનાવ્યું ઇલેક્ટ્રિક બાઇક, ફક્ત 10 પૈસામાં ચાલે છે 1 કિલોમીટર!

ભાવનગર શહેરમાં સામાન્ય પરિવારના ધોરણ-12 કોમર્સના એક વિદ્યાર્થીએ ઇલેક્ટ્રિક બાઇક (Bhavnagar Student Electric Bike)નો આવિષ્કાર કર્યો છે. આર.ટી.ઓ.નાં નિયમોમાંથી છૂટકારા સાથે પ્રદૂષણ અટકાવવાના અભિગમ સાથે ભાવનગરનાં ધોરણ-૧૨ કોમર્સના વિદ્યાર્થીએ ઓટોમેટિક ચાલતા વાહનનો આવિષ્કાર કર્યો હતો. વિદ્યાર્થીએ આ ઇલેક્ટ્રિક બાઇક (Electric Bike)ને ખૂબ જ આકર્ષક લૂક આપ્યો છે.

ભાવનગરમાં આર.ટી.ઓ ના નિયમોનું પાલન ન કરવાને લીધે દર મહિને સરેરાશ 300 જેટલા વાહનો ડિટેઇન કરવામાં આવે છે. શહેરના શિશુવિહાર માનભાઇ ભટ્ટના પ્લોટમાં રહેતા યશ પ્રવિણભાઈ પરમાર નામનાં 17 વર્ષીય યુવાનના દિમાગમાં આર.ટી.ઓની જટીલતા વિના વાહન બનાવવાનો વિચાર ઉદભવ્યો હતો. સમસ્યાનું સમાધાન નહીં પરંતુ તેનો ઉકેલ લાવવાના વિચાર સાથે યશે એક ઉપયોગ અજમાવ્યો અને એક નવી ગાડીની બોડી બનાવી. આર.ટી.ઓ.ની કોઇ ઝંઝટ ન રહે તેવી એક મિની ઇલેક્ટ્રિક બાઇકનો આવિષ્કાર કર્યો છે.

લૉકડાઉન દરમિયાન યશે મિની ઇલેક્ટ્રિક બાઇક બનાવવાના માટે એક એક વસ્તુ એકઠા કર્યા હતા અને ઘરે જ મિની ઇલેક્ટ્રિક બાઇક બનાવ્યું હતું. યશના ઇલેક્ટ્રિક બાઇકમાં ઇન્ડિકેટર, કરન્ટ લાઈટ, હોર્ન પણ છે. આ બાઇકની સ્પીડ કેટલી છે? બાઇકમાં કેટલું બેટરી બેકઅપ છે? તે માટે સ્પીડો મીટર અને બેટરી મીટર પણ ફિટ કરવામાં આવ્યા છે.

આ ઇલેક્ટ્રિક બાઇક પ્રતિ કલાક 30થી 35 કિલોમીટરની ઝડપે ચાલી શકે છે. ફૂલ બેટરી ચાર્જ સાથે 35 કિલોમીટરની એવરેજ આપે છે. એટલે કે અંદાજે 10 પૈસામાં 1 કિલોમીટર ચાલે છે. આ બાઇકથી પ્રદૂષણમાંથી આઝાદી મળે છે. સામાન્ય મેન્ટેનન્સ, પેટ્રોલ-ડીઝલથી છૂટકારો અને સાથે આર.ટી.ઓની ઝંઝટમાંથી પણ મુક્તિ આ બાઇક આપે છે. યશને આ ઇલેક્ટ્રિક બાઈક બનાવવા માટે 15થી 17 હજાર રૂપિયાનો ખર્ચ થયો હતો.

યશ હાલ ધોરણ-12માં ઓનલાઇન અભ્યાસ કરી રહ્યો છે. પોતાના બાઇક વિશે યશ જણાવે છે કે, કોરોનાની મહામારી દરમિયાન મને એક બાઇક બનાવવાનો વિચાર આવ્યો હતો. જે બાદમાં મેં પહેલા મારા દિમાગમાં બાઇકની ડિઝાઇનની કલ્પના કરી હતી. બાદમાં મેં એક કાગળ પર તેને ડ્રો કરી હતી. તેના બાદમાં મેં નકામાં પુઠ્ઠામાંથી બાઇકનું એક મોડલ બનાવ્યું હતું અને આખરે બાઇકને સાક્ષાત સ્વરૂપ આપ્યું હતું.

યશ જણાવે છે કે બાઇકમાં સ્પીડો મીટર, ઇન્ડિકેટર પણ છે. બાઇકને ફૂલ ચાર્જ થતાં ત્રણ કલાક લાગે છે. અન્ય ઇલેક્ટ્રિક બાઇક કરતા આ ગાડી ખૂબ સસ્તી પડે છે. આ ગાડીને બનાવતા યશને છ મહિનાનો સમય લાગ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો