મા ભૌમની રક્ષા કરતા ગુજરાતનો વધુ એક જવાન શહીદ, વઢવાણના જવાન ભરતસિંહ પરમાર અરૂણાચલપ્રદેશમાં શહીદ થયા

દેશ માટે મા ભૌમની રક્ષા કરતા વધુ એક ગુજરાતના સપૂતે પોતાના જીવની આહુતિ આપી છે. અરૂણાચલ પ્રદેશમાં વધુ એક ગુજરાતી જવાન શહીદ થયાના અહેવાલ મળતા શહીદી વહોરનાર પરિવારજનોમાં આક્રંદ છવાયો હતો. સુરેન્દ્નનગરના ભરતસિંહ પરમાર અરૂણાચલ પ્રદેશમાં શહીદ થયા છે. અરૂણાચલ પ્રદેશમાં ભારતીય સેનામાં તેઓ લાન્સનાયક તરીકે ફરજ બજાવતા હતા. આ શહીદ ભરતસિંહ પરમારની શહીદયાત્રા તા.28 ફેબ્રુઆરીના રોજ વઢવાણ શહેરમાંથી નીકળી હતી. જેમાં વઢવાણ શહેરની મુખ્ય બજારો અને દુકાનદારો સ્વૈચ્છીક બંધ પાળે તેવી અપીલ કરાઇ હતી.

શાહિદ વીર ભરતસિંહ પરમારની અંતિમયાત્રા વઢવાણમાં નીકળી હતી. 25મી ફેબ્રુઆરીના રોજ તેઓ શહીદ થયા હતા. ત્યારબાદ તેઓના નશ્વરદેહને તેમના વતનમાં લાવવામાં આવ્યો હતો. જેથી મોટી સંખ્યામાં લોકો શાહિદને નમન કરવા પહોંચ્યા હતા. તેમની અંતિમયાત્રામાં આર્મીના જવાનો, નિવૃત આર્મીના જવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. ખોજા સમાજ દ્વારા બેન્ડ વગાડીને અંતિમયાત્રા નીકળવામાં આવી હતી. કોમી એકતાનો ભાવ વઢવાણમાં પણ જોવા મળ્યો હતો.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, વઢવાણ શહેરના શહીદના નશ્વરદેહને ખારવાની પોળ ખાતે લઇ જવાશે. જેમાં કારડીયા રાજપૂત સમાજ ભવન ખાતે શહીદના નશ્વરદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. વઢવાણ શહેરમાં ખારવાની પોળ દરવાજાથી અંદર મૂળીવાસમાં રહેતા ભરતસિંહ દિપસિંહ પરમાર આર્મીમાં જોડાયા હતા. જેઓનુ અંતિમ પોસ્ટીંગ અરૂણાચલપ્રદેશમાં થયુ હતુ.

ભરતસિંહ પરમાર આર્મીમાં લાન્સનાયક તરીકે સરહદ પર ફરજ બજાવતા હતા. ત્યારે ફરજ દરમિયાન તેઓ શહીદ થયા હતા. વઢવાણના દેવુભા પરમારની કુખે જન્મેલા ભરતસિંહ પરમારને વિશ્વરાજસિંહ પરમાર નામનો એકમાત્ર 10 વર્ષનો પુત્ર છે. તેમના પત્ની પાયલબા પિયરમાં માંગલિક પ્રસંગ હોવાથી તેઓને મોડી રાત્રે જાણ કરાઇ હતી. શહીદના નશ્વરદેહને શુક્રવારના રોજ સવારે માદરે વતન વઢવાણ લાવવામાં આવનાર છે. આ બનાવથી શહેરમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો