‘ભલાઈનું નામ નથી હોતું’ એક એવી ઘટના સામે આવી રહી છે જે તમારું દીલ જીતી લેશે. ખૂબ જ વાયરલ થઈ રહી છે પોલીસકર્મીની આ ફેસબૂક પોસ્ટ

મુરાદાબાદઃ નાગરિકતા સંશોધન કાયદો(CAA) વિરુદ્ધ જ્યારે સમગ્ર દેશમાં અનેક રાજ્યો અને શહેરોમાં સમાજનો એક પક્ષ વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે. ત્યારે ઘણી જગ્યાએથી પોલીસના દમન અંગે પ્રદર્શનકારીઓ ફરિયાદ કરી રહ્યા છે. પરંતુ આ બધા વચ્ચે એક એવી ઘટના સામે આવી રહી છે જે તમારું દીલ જીતી લેશે.

વાત યુપીના મુરાદાબાદની છે જ્યાં ડ્યુટી વચ્ચે કેટલોક સમય કાઢીને ત્રણ પોલીસકર્મી રેસ્ટોરંટમાં ખાવા માટે પહોંચ્યા. પરંતુ ખાઈ લીધા પછી ખબર પડી કે તેમનું બીલ તો પાસેના ટેબલ પર થોડીવાર પહેલા બેઠેલા એક અજાણ્યા પરિવારે ચૂકવી દીધું છે. તેમજ પોલીસકર્મીઓ માટે એક ભાવુક સંદેશો પણ છોડી ગયા છે. આ પોસ્ટને IPS અધિકારી નવનીત સિકોરાએ શેર કરી છે. જે ખૂબ જ વાયરલ થઈ રહી છે.

મુરાદાબાદ સહિત યુપીના અનેક જિલ્લામાં 20 ડિસેમ્બરે CAA વિરોધમાં ખૂબ જ બબાલ થઈ હતી. પ્રદર્શનકારીઓએ શાંતિપૂર્ણ પ્રદર્શનની જગ્યાએ તોડફોડ અને આગચંપીની ઘટનાઓને અંજામ આપ્યો હતો. જે બાદ શહેરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે ખુણે ખુણે પોલીસ બંદોબસ્ત મુકવામાં આવ્યો હતો. આ આકરી ડ્યુટી વચ્ચે સવારથી સાંજ સુધી ઉભા રહ્યા બાદ ખાવા-પીવા માટે પણ પોલીસ કર્મીઓને માંડ સમય મળતો હતો. તેવામાં 21 ડિસેમ્બરની સાંજે પોલીસકર્મી સુશાલ સિંહ રાઠોડ અને તેના સાથી SI ગૌરવ શુક્લા અને વિજય પાંડેને ભૂખ લાગતા સામે આવેલી રેસ્ટોરન્ટમાં ખાવા માટે ગયા હતા.

અહીં ખાઈ લીધા બાદ જ્યારે તેમણે બિલ માગ્યું તો મેનેજરે આવીને કહ્યું કે તમારું બિલ ચૂકવી દેવામાં આવ્યું છે. જે બાદ પોલીસકર્મીએ આ પરિવારને શોધવા પ્રયાસ કર્યા પરંતુ તે ચાલ્યો ગયો હતો. જોકે પોલીસકર્મીએ રેસ્ટોરન્ટમાં લીધેલી તસવીરમાં પરિવારના એક સદસ્યને જોઈ શકાય છે. જે તસવીર તેમણે પોસ્ટ સાથે શેર કરી છે.

વાયરલ પોસ્ટમાં લખ્યું છે કે….

‘ડ્યુટી વચ્ચે થોડો સમય મળતા જ્યારે અમે રસ્ટોરન્ટમાં જમવા ગયા અને જમવાનું પૂરું કર્યા બાદ બિલ માગ્યું તો વેઇટરની સાથે મેનેજર આવ્યા અને અમને કહ્યું કે તમારું બિલ ચુકવાઈ ગયું છે. આ સાંભળીને અમને ખૂબ જ આશ્ચર્ય થયું. અમે તેમને કહ્યું કે કોઈપણ અજાણ્યું અમારું બિલ કઈ રીતે આપી શકે અને તમારે આ બિલ લેતા પહેલા અમને પૂછવું તો હતું.’

પોસ્ટમાં આગળ લખેલું છે કે, ‘મેનેજર આગળ બોલ્યો કે તમારી પેસા જે ફેમિલી બેઠી છે. તેમણે તમારું બિલ પેમેન્ટ કરી દીધું છે. સાથે જ તમારા માટે એક મેસેજ પણ મૂક્યો છે. જેમાં કહ્યું છે કે જે લોકો અમારી સુરક્ષા માટે પોતાનો ઘર-પરિવાર મૂકીને દિવસ-રાત ખડે પગે હાજર રહે છે. તેમના માટે શું અમારું કંઈ પણ કર્તવ્ય નથી બનતું? આટલું સાંભળતા જ અમારા રોમ રોમમાં એક અજબનો આનંદ અને મનમાં ગર્વની ભાવના જાગૃત થઈ. યાર! કોઈ અજાણ્યાએ પહેલીવાર આટલું બધું સન્માન આપ્યું.’

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો