તાંત્રિક વિધિમાં વિશ્વાસ રાખનારાઓ ચેતજો, હું તારુ સંકટ દૂર કરીશ તેવું કહીને બગસરાના ખેડૂત પાસેથી 24.80 લાખની છેતરપિંડી કરી
હું તારુ સંકટ દૂર કરીશ તેવું કહીને તાંત્રિક વિધિના નામે બગસરાના પીઠડીયા ગામના ખેડૂત પાસેથી 24.80 લાખની છેતરપિંડી અને વિશ્વાસઘાત કરતી 5 વ્યક્તિઓની ઠગ ટોળકીને અમરેલી એલ.સી.બીએ ઝડપી પાડી છે. 15.68 લાખનો મુદામાલ પણ ઝડપી પાડ્યો છે. ત્યારે કોણ હતા, આ સંકટ મોચક ઠગ બાજો અને કઈ રીતે લોકોને ફસાવતા હતા અંધશ્રદ્ધાની માયાજાળમાં તે આ ઘટનામાં પર્દાફાશ થયો છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના પીઠડીયા ગામના ભોગ બનાનાર એક ખેડૂત જયંતીભાઈ વશરામભાઇ પીપળીયાના ઘરમાં સુખ શાંતિ રહેતી ન હોવાથી તેમજ તેમના પત્નીને માનસિક રીતે બીમાર રહેતા હોવાથી પરેશાન હતા, તેવામાં દસેક માસ પહેલા તેઓના ઘરે ત્રણ જેટલા અજાણ્યા ઈસમો કેસરી કલરના ભગવા વસ્ત્રો પહેરીને આવેલા જેમાંથી એક વ્યક્તિએ તેનું નામ વઘાસીયા બાપુ કહીને કચ્છથી પરિક્રમા માટે ચાલીને જૂનાગઢ જઈ રહ્યા છે તેમ કહીને જયંતીભાઈ તેમજ તેમના પત્નીના માટે હાથ મૂકીને આશીર્વાદ આપી ઘરમાંથી સંકટ દૂર થશે અને પત્ની બીમારી પણ દૂર થશે તેવા આશીર્વાદ આપ્યા હતા.
તારા માથે દેણું ખુબ વધ્યું છે અને તમારી જમીનમાં કાંઈક મેલું છે તે માટે પરિવારના સુખ માટે માતાજીની વિધિ કરવી પડશે. તેવું જણાવી વિશ્વાસમાં લઈને કાવતરું રચી વિધિ કરવાના બહાને ચીટીલા ખાતે બોલાવી અવાવરું જગ્યા પર વિઘી કરવા માટે વઘાસીયા બાપુ તેમજ તેના ગુરુ સહીત એક છોકરો વિધિ વખતે જમીન પર પડી ગયેલ અને વિધિ અવળી થઇ તેવું કહીને અલગ-અલગ જગ્યા પર બલાવી ધાર્મિક વિધિના ભણે કટકે-કટકે કરી રોકડ રૂપિયા 9 લાખ તથા સોનાના દાગીનાઓ જેની કિંમત 80 હજાર સહીત કુલ 9 લાખ 80 હાજર પડાવ્યા હતા. ત્યારબાદ જમીન મેલી છે તેમ કહીને જમીન વેચાવી જમીનના આવેલા 15 લાખ સિદ્ધ કરવાનું કહીને કુવાડવા ગામ નજીક આવેલા ખોડિયાર માતાજીના મંદિર પાસે બોલાવી ખેડૂતને વિશ્વાસમાં લઈને પૈસા પડાવ્યા હતા. જેથી કુલ મળીને રૂપિયા 24.80 લાખ ખેડૂત પાસેથી પડાવી ઠગ બાજોની ગેંગે પડાવ્યા હતા. આ અંગે બગસરામાં પોલીસ સ્ટેશનમાં ખેડૂતોએ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી શરુ કરી હતી.
તો આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રેન્જ આઈ.જી અશોક કુમાર યાદવના દ્વારા ટીમની રચના કરવા આદેશ આપવામાં આવ્યા હતા. જેના અનુસંધાને અમરેલીના એલ.સી.બીની ટીમ પણ આ ગુન્હાને લઈને આરોપીઓની તપાસ શરૂ કરી દીધી હતી. જે અનુસંધાને આજરોજ અમરેલીના ચિતલ રદ પર આવેલ સોસાયટીમાંથી અંધશ્રદ્ધા ફેલાવી રૂપિયા પડાવવાના હેતુથી આંટાફેરા મારતા 5 આરોપીઓને પકડી તેમની પાસેથી ફરિયાદીના રોકડ રૂપિયા 7,85,500 તથા ઘરેણા કી.રૂ.4,83,480 તેમજ ગુનો કરવા માટે ઉપયોગમાં લેવાયેલ ઇકો ફોરવવ્હીલ કાર કી.રૂ 3,00,000 સહિતનો કુલ 15,68,980નો મુદામાલ પોલીસે કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ આરોપીઓ લોકોને અંધશ્રદ્ધાના નામે લોકોને ઠગવાનું કામ કરી રહ્યા છે. ત્યારે લોકોએ પણ ચેતીને રહેવું જોઈએ તેવી અપીલ પોલીસ કરી રહી છે. ત્યારે આવા ઠગબાજો લોકોને અંધશ્રદ્ધામાં ફસાવી લોકો પાસેથી પૈસા પડાવી રહ્યા છે. તેવામાં આ કિસ્સો લોકો માટે એક શીખ લેવા જેવૂં પણ બની ચુક્યો છે.
પકડાયેલા આરોપીઓ –
1) રૂખડનાથ ગુલાબનાથ ચૌહાણ (ઉર્ફે-વઘાસીયા, બાપુ, ઉ.વ.25, ધંધો. ભિક્ષાવૃતિ, રહે.વાંકાનેર, ભોજપરા, તા.ખીરસરા, જી.રાજકોટ)
2) જાનનાથ સુરમનાથ પઢીયાર,ઉ.વ.30,ઉર્ફે ગુરુદેવ,ધંધો-ડરાયવિંગ,વાદીપરા,મોરબી )
3) કવારનાથ રૃમાલનાથ ભાટ્ટી,ઉ.વ.35,ધંધો – વેપાર,રહે.મકનસર,વાદીપરા,,તા.જી.મોરબી)
4) નરેશનાથ રૂખડનાથ પઢીયાર,ઉ.વ.25,ધંધો-મજુરી,રહે.મકનસર,વાદીપરા,,તા.જી.મોરબી
5) ઘાસનાથ રૂખડનાથ પઢીયાર,ઉ.વ.35,ધંધો – મજૂરી,રહે.મકનસર,વાળીપર,તા.જી.મોરબી
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

