શાકાહારી લોકો માટે 5 બેસ્ટ ફૂડ્સ, નોનવેજ કરતા વધુ હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર હોય છે, જાણો અને શેર કરો

જો તમે નોનવેજ નથી ખાતા અને નોનવેજ કરતાં વધુ પૌષ્ટિક અને ન્યૂટ્રિઅન્ટ્સથી ભરપૂર ફૂડ્સ ખાવા હોય તો અહીં જણાવેલા 5 ફૂડ્સને ડાયટમાં સામેલ કરી લો.

નોનવેજ ન ખાઈ શકતા લોકો માટે બેસ્ટ છે આ ફૂડ્સ
નોનવેજ ફૂડ્સ એટલે કે, ચિકન, મટન અને સાથે જ ઈંડામાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન અને પોષક તત્વો રહેલાં છે. એટલે જ મોટાભાગના લોકો ખાસ કરીને પ્રોટીન માટે નોનવેજ ફૂડ્સ વધુ ખાતાં હોય છે. નોનવેજ ખાતાં લોકો માને છે કે તેનાથી જ શરીરને શક્તિ મળે છે અને બોડી હેલ્ધી રહે છે. પણ કેટલાક વેજિટેરિયન પણ એવા ફૂડ્સ છે જેમાં નોનવેજ કરતાં વધુ ફાયબર, કેલ્શિયમ અને આયર્ન હોય છે. ચાલો જાણીએ એવા ફૂડ્સ વિશે.

કોળાના બીજ
કોળાના બીજમાં ચિકનની તુલનામાં સોયાબીનમાં અન્ય પોષક તત્વો પણ વધારે હોય છે. 1 કપ કોળાના બીજમાં લગભગ 18 ગ્રામ ફાયબર હોય છે. તેના સેવનથી કબજિયાતની સમસ્યા થતી નથી અને પેટ સાફ રહે છે.

ખસખસ
મટનમાં ડાયટરી ફાયબર બિલ્કુલ નથી હોતું ત્યાં 1 કપ ખસખસમાં લગભર 19.5 ગ્રામ ડાયટરી ફાયબર હોય છે. ખસખસને ડાયટમાં સામેલ કરીને શરીરમાં ફાયબરની કમીને દૂર કરી શકાય છે.

અળસીના બીજ
જો તમે વેજિટેરિયન છો અને આયર્નની કમીથી પરેશાન છો તો આજથી જ રોજ ડાયટમાં 2 ચમચી અળસીના બીજ ખાવાનું શરૂ કરી દો. 1 કપ અળસીના બીજમાં 9.6 મિગ્રા આયર્ન હોય છે. જ્યારે 1 કપ મટનમાં માત્ર 1.6 મિગ્રા આયર્ન હોય છે.

બદામ
નોનવેજમાં પ્રોટીન સિવાય ફાયબર, કેલ્શિયમ અને આયર્ન પણ સારી માત્રામાં હોય છે. આ જ કારણથી ડોક્ટર બોડીમાં પોષક તત્વોની કમીને દૂર કરવા માટે ચિકન અને મટન ખાવાની સલાહ આપે છે. પરંતુ શું તમે જાણો છો કે બદામ હાઈ પ્રોટીન હોવાની સાથે આ એક બેસ્ટ વેજિટેરિયન સુપરફૂડ છે. 1 બાઉલ બદામમાં 3.7 મિગ્રા આયર્ન, 12 ગ્રામ ફાયબર, 264 મિગ્રા કેલ્શિયમ હોય છે. જે રોસ્ટેડ ચિકન અને મટન કરતાં વધારે હેલ્ધી છે.

સોયાબીન
તમને જાણીને હેરાની થશે કે 1 કપ કાચાં ચિકનમાં 43.13 ગ્રામ પ્રોટીમ હોય છે જ્યારે 1 કપ સોયાબીનમાં 68 ગ્રામ પ્રોટીન હોય છે. આ સિવાય ચિકનની તુલનામાં સોયાબીનમાં અન્ય પોષક તત્વો પણ વધારે હોય છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો