શ્વાસની તકલીફ રહેતી હોય તો શરૂ કરી દો આ 3 ઘરેલૂ ઉપાય, જડમૂળથી મટી જશે

સીઝન બદલાતા શ્વાસના દર્દીઓની તકલીફ વધવા લાગે છે. એમાં પણ જે લોકોને અસ્થમા હોય તેમની પર સીઝનની અસર વધુ જોવા મળે છે. જેના કારણે દર્દીઓને શ્વાસ લેવાની તકલીફ થાય છે. અસ્થમાના દર્દીઓએ સાવધાની રાખવાની જરૂર હોય છે. ઘરથી બહાર નીકળતી વખતે મોં અને નાક ઢાંકીને નીકળવું અને ડાયટમાં કેટલીક એવી વસ્તુઓ સામેલ કરવી જેનાથી શ્વાસની સમસ્યા વધે નહીં. આજે અમે તમને શ્વાસની તકલીફ માટે બેસ્ટ ઘરેલૂ ઉપાય જણાવીશું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

હળદર અને મધ
હળદર અને મધમાં એન્ટીઇન્ફ્લામેટરી અને એન્ટીએલર્જિક પ્રોપર્ટીઝ હોય છે જે કફથી રાહત અપાવે છે. હળદર અને મધ બંનેને મિક્સ કરીને લેવામાં આવે તો તેની અસર બમણી થઇ જાય છે. શ્વાસના દર્દીઓ માટે તે એક ઉત્તમ દવા છે. દરરોજ બે વાર ચપટી હળદરને મધમાં ભેળવીને ચાટવાથી અસ્થમાના દર્દીઓને શ્વાસની સમસ્યામાં રાહત મળે છે. શરદી-ઉધરસથી પરેશાન સામાન્ય વ્યક્તિ પણ તેનો ઉપયોગ કરી શકે છે.

અંજીરનું સેવન
દરરોજ રાતે ઊંઘતા પહેલા સાફ પાણીમાં 2-3 સૂકા અંજીર પલાળી દો. સવારે ઉઠીને તેને ખાલી પેટે સારી રીતે ચાવીને ખાઈ લો. અંજીર ખાધા પછી તે પાણી પી લો. અંજીર શ્વાસની નળીમાં જામેલા કફને દૂર કરી દે છે જેથી અસ્થમાના દર્દીઓને શ્વાસ લેવાની તકલીફમાં રાહત મળે છે.

આદુ-લસણની ચા
અસ્થમા દરમિયાન શ્વાસ લેવામાં થતી તકલીફો દૂર કરવામાં આદુ અને લસણની ચા પણ ઘણી ફાયદાકારક હોય છે. તેને બનાવવી રીત પણ સરળ છે. પહેલા આદુની સામાન્ય ચા બનાવી લો, હવે લસણની બે-ત્રણ કળીઓને ચામાં મિક્સ કરી લો. આ ચા પીવામાં સ્વાદ વિનાની લાગી શકે છે પણ ઘણી અસરકારક હોય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends…

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો