રાજકોટના ટ્રસ્ટે વેસ્ટ પેપરમાંથી બનાવી અનોખી પેન્સિલ, પૂરી થઈ ગયા પછી જમીનમાં રોપવાથી ઉગી નીકળશે વૃક્ષ

ગ્લોબલ વોર્મિંગને કારણે વરસાદની અનિયમિતતા, ગરમીમાં વધારો થવો આવી સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે. જેના કારણે હવામાં રહેલ ઓક્સિઝનમાં ઘટાડો થઈ રહ્યો છે અને કાર્બન ડાયોક્સાઈડમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વધતાં પ્રદૂષણને કાબુમાં કરવા વધુમાં વધુ વૃક્ષો ઉગાડીને હવાને શુદ્ધ બનાવવા માટે રાજકોટના ટીમેક્સ ફાઉન્ડેશન દ્વારા એક અનોખી પેન્સિલ બનાવવામાં આવી છે. કે જેની મદદથી પેન્સિલ વાપર્યા બાદ તે જમીનમાં રોપવાથી ભવિષ્યમાં વટવૃક્ષ બનશે. આ પેન્સિલના છેડે વૃક્ષના બીજ રાખવામાં આવ્યાં છે અને પેન્સિલ પૂરી થઈ ગયા બાદ જમીનમાં વાવેતર કરવામાં આવશે.

શું છે પેન્સિલની વિશેષતા?

આ પેન્સિલ પસ્તીમાંથી બનાવવામાં આવે છે અને તેના પર વૃક્ષના બીજ રાખવામાં આવે છે. જેથી બાળકો આ પેન્સિલનો ઉપયોગ કર્યા બાદ તેને જમીનમાં દાટી દેશે, તો તેમાંથી એક વૃક્ષનું નિર્માણ થશે. ટીમેક્સ ફાઉન્ડેશન દ્વારા બનાવેલ પેન્સિલ ફ્રીમાં બાળકોને આપવામાં આવે છે અને સમગ્ર ગુજરાતમાં 1 લાખથી વધુ આવી પેન્સિલનું ફ્રીમાં વિતરણ કરી પર્યાવરણ બચાવવા લોકોની મદદ કરશે.

પેન્સિલ પૂરી થઈ ગયા પછી તેનું વાવેતર થતાં વૃક્ષ ઉગી નીકળશે

પર્યાવરણ બચાવવામાં આ પેન્સિલ કરશે મદદ

હાલ તો વધતાં પ્રદૂષણને ઘટાડવા માટે ટીમેક્સ ફાઉન્ડેશન દ્વારા અનોખી પેન્સિલ બનાવવામાં આવી છે. આ પેન્સિલનો ઉપયોગ માટે બાળકોની પસંદગી એટલા માટે કરવામાં આવી છે કે બાળકોએ વાવેલું વૃક્ષનું તે યોગ્ય જતન કરી શકે અને વૃક્ષને જરૂરિયાત મુજબ પાણી પણ આપી શકે. દરેક લોકો આ ફ્રીમાં મળતી પેન્સિલનો ઉપયોગ વધુને વધુ કરીને વૃક્ષો વાવી પ્રદૂષણએ ઘટાડો કરે તે માટે તમામ ટ્રસ્ટો દ્વારા હાલ આવા પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે.

વેસ્ટ પેપરમાંથી એક પેન્સિલ 17 રૂપિયામાં તૈયાર થાય છે

આ પેન્સિલ અમદાવાદમાં બનાવવામાં આવે છે. જેનો ખર્ચ પ્રતિ પેન્સિલ 17 રૂપિયામાં થાય છે. જ્યારે જથ્થાબંધ ખરીદી કરતાં હોવાથી આ પેન્સિલ 10 રૂપિયામાં મળે છે. આ તમામ પેન્સિલ વિતરણનો કુલ ખર્ચ હાલ ફાઉન્ડેશનના મેમ્બર દ્વારા ઉઠાવવામાં આવે છે.

આવા ઉમદા કાર્યને લાઈક અને શેર કરીને વધાવજો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો