દાડમ ખાવાથી મળે છે જબરદસ્ત ફાયદા, તેના પાનનો પણ ઔષધી તરીકે કરી શકાય ઉપયોગ, તેના આ ખાસ ઉપાયો જાણો અને શેર કરો

દાડમ સ્વાદિષ્ટ હોવાથી સાથે ન્યૂટ્રિઅન્ટ્સથી પણ ભરપૂર હોય છે. દાડમ ખાવાથી અનેક સ્વાસ્થ્ય ફાયદા મળેછે. માત્ર દાડમનું ફળ જ નહીં પણ તેના પાનનો પણ ઔષધી તરીકે ઉપયોગ કરી શકાય છે. દાડમનો એક-એક દાણો અનેક ગુણોથી ભરપૂર હોય છે. દાડમને અનેક બીમારીઓની અચૂક દવા માનવામાં આવે છે. ચાલો જાણીએ.

સ્વાદસભર દાડમમાં આયર્ન, પોટેશિયમ, ઝિંક, વિટામિન એ, સી, ઈ અને ફોલિક એસિડની સાથે ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ પણ હોય છે.

દાડમ ખાવાથી શરીરમાં લોહીને કમીને ઝડપથી દૂર કરી શકાય છે અને શરીરમાં નેચરલી લોહીને વધારી શકાય છે.

દાડમના પાન પીસીને દાઝ્યા પર લગાવવાથી બળતરા ઝડપથી ઓછી થઈ જાય છે અને દર્દમાં પણ આરામ મળે છે.

લગભગ 50 ગ્રામ દાડમનો રસ લઈ તેમાં 1 ગ્રામ એલચી પાઉડર અને અડધો ગ્રામ સૂંઠ પાઉડર મિક્સ કરીને પીવાથી પુરૂષોમાં પેશાબ વાટે સ્પર્મ નીકળવાની સમસ્યા દૂર થાય છે.

દાડમના ફૂલ છાંયડામાં સૂકવી બારીક પીસી લો અને તેનું દંતમંજન બનાવી દિવસમાં 2-3વાર દાંત ઘસો. આ ઉપાયથી દાંત અને પેઢામાંથી લોહી નીકળવાની સમસ્યા દૂર થશે અને દાંત મજબૂત બનશે.

દાડમના 100 ગ્રામ પાન લઈ તેને 500 ગ્રામ પાણીમાં ઉકાળો. જ્યારે ચોથા ભાગનું પાણી રહે ત્યારે ગેસ બંધ કરી તેમાં 75 ગ્રામ ઘી અને 75 ગ્રામ ખાંડ મિક્સ કરો. આ મિશ્રણ સવાર-સાંજ પીવાથી વાઈની સમસ્યા દૂર થાય છે.

10 ગ્રામ દાડમના પાન લઈ તેને અડધો લીટર પાણીમાં ઉકાળો. પાણી અડધું રહે એટલે ઠંડુ થયા બાદ તેનાથી કોગળા કરવામાં મોંના ચાંદાઓમાં તરત રાહત મળે છે.

દાડમની તાજી, કોમળ કળીઓ પીસીને પાણીમાં મિક્સ કરીને ગાળી લો. ગર્ભધારણની ક્ષમતા વધારવા માટે તેનું સેવન કરો.

હૃદય માટે પણ દાડમ ખૂબ જ ફાયદાકારી છે. રોજ દાડમ ખાવાથી હાર્ટ હેલ્ધી રહે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો