શરદી-ખાંસી, અને ગેસની સમસ્યામાં આ છે બેસ્ટ ઔષધી, સાથે જ વાળ ખરવાની સમસ્યા પણ કરે છે દૂર, જાણો અને શેર કરો

લવિંગ એક એવી વસ્તુ છે જે દરેકના ઘરમાં મળી જ જાય છે. આ એક અતિકારગર મસાલો છે. જેનો ઉપયોગ ભોજનની સાથે અનેક પ્રકારની સમસ્યાઓમાં પણ કરવામાં આવે છે. આપણાં રસોડામાં રહેલી ઘણી વસ્તુઓનો ઔષધ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તેમાં ઘણાં એવા તત્વો રહેલાં છે જે તમારી નાની-નાની સમસ્યાઓને ઠીક કરવામાં મદદ કરી શકે છે. જેમાં લવિંગ પણ એક બેસ્ટ ઔષધી છે. જે તમારી ઘણી તકલીફોને ઠીક કરી શકે છે. ચાલો જાણી લો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ગેસની બેસ્ટ દવા
આજકાલ વૃદ્ધોની સાથે નાની ઉંમરમાં પણ લોકોને ગેસની સમસ્યા સતાવવા લાગી છે. રોજ ગેસની તકલીફ રહેવાથી અન્ય ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનો પણ ખતરો વધે છે. જોકે લવિંગ ગેસ માટેની ઉત્તમ ઔષધી છે. તેના માટે રોજ સવારે ખાલી પેટ 1 ગ્લાસ પાણીમાં 1 લવિંગનો પાઉડર મિક્સ કરીને પીવાથી ફાયદો થશે.

શરદી-ખાંસીમાં રામબાણ
બદલાતી સિઝનમાં મોટાભાગના લોકોને શરદી-ખાંસીની સમસ્યા થવા લાગે છે. તેનાથી રાહત માટે લવિંગનો ઉપયોગ બેસ્ટ છે. શરદી-ખાંસી કે ગળામાં ખારાશની સમસ્યામાં મોંમાં એક લવિંગ રાખી લો. તેનાથી તરત ફાયદો થશે.

મોંની દુર્ગંધ દૂર કરવા
પાયોરિયાની સમસ્યા કે ડિહાઈડ્રેશન અને ભૂખ્યા રહેવાને કારણે મોંમાં દુર્ગંધ આવી શકે છે. લવિંગ એ મોંની દુર્ગંધ દૂર કરવાનો બેસ્ટ ઉપાય છે. સાથે જ તે દાંતનો દુખાવો પણ દૂર કરે છે. તેના માટે રોજ 1 મહિના સુધી સવારે મોંમાં એક સાબૂત લવિંગ રાખીને તેનો રસ ગળવો.

ચહેરાના ડાઘ દૂર કરે
લવિંગ ચહેરાના ડાઘ અને ડાર્ક સર્કલ દૂર કરવામાં પણ મદદ કરે છે. તેના માટે તમારા ફેસપેક અથવા પછી બેસનમાં લવિંગનો ચપટી પાઉડર મિક્સ કરીને લગાવો. ડાયરેક્ટ તેને અપ્લાય કરવું નહીં. નહીં તો બળતરાની સમસ્યા થઈ શકે છે.

વાળ ખરતાં રોકે છે
મોટાભાગના લોકોમાં વાળ ખરવા અને ડ્રાય થવાની સમસ્યા થાય છે. તેના માટે લવિંગ બેસ્ટ છે. પાણીમાં લવિંગને ઉકાળી તે પાણીથી વાળ ધુઓ. તેનાથી વાળને ઘણો ફાયદો થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends…

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો