ઉનાળામાં સત્તુનું સેવન કરવાથી મળશે જબરદસ્ત ફાયદા, બીમારીઓથી બચાવવાથી લઈ અનેક સમસ્યાની છે બેસ્ટ દવા, જાણો અને શેર કરો

સત્તુને ઘઉં, ચણાનો અને જવનો લોટ મિક્ષ કરીને બનાવવામાં આવે છે. આ ગરમીમાં એનર્જેટિક રહેવાનો બેસ્ટ સોર્સ છે. જાણો તેના ગજબ ફાયદા.

સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે સત્તુ
આને ખાલી પેટ લેવું વધુ ફાયદાકારક છે. ગરમીમાં લોકો એનર્જી ડ્રિંક તરીકે પણ આનું સેવન કરે છે. સાથે જ સત્તુ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ સામે લડવામાં પણ મદદ કરે છે.

ચણાના લોટથી બનેલું સત્તુ આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. ઉનાળામાં સત્તુ ઉલટી, ભૂખ, તરસ, ગળાના રોગોમાં રાહત આપે છે. તેમાં પ્રોટીન, કેલ્શિયમ, ફાઈબર, મેગ્નેશિયમ ભરપુર પ્રમાણમાં હોય છે. ઉનાળામાં તેનું સેવન આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. કારણ કે તેનાથી ઘણી ઠંડક આપે છે. મોટા ભાગે ઉનાળાની ઋતુમાં સત્તુનો ઉપયોગ થાય છે.

સત્તુનું સેવન કરવાથી બોવેલ મૂવમેન્ટ સારી રીતે થાય છે. શરીરમાં રહેલાં ટોક્નિન્સ દૂર થઈ જાય છે. સત્તુ ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ગુણકારી છે. તે શરીરમાં બ્લડ શુગર લેવલને નિયંત્રણમાં રાખે છે.

ઉનાળામાં સત્તુનું સેવન શરીરને આંતરિક ઠંડક આપે છે. ગરમીના દિવસોમાં સત્તુનુ સેવન લૂ અને ગરીમીના ખરાબ પ્રભાવથી બચાવે છે. સત્તુ કુદરતી રીતે લોહીને શુદ્ધ કરે છે, અને તેના ઉપયોગથી લોહીની સમસ્યાથી રાહત મળી શકે છે.

સત્તુમાં ફાઈબર જોવા મળે છે જે આંતરડાને સ્વસ્થ બનાવે છે. સત્તુથી ભૂખ, કફ, પિત્ત, પેટ, તરસ, થાક અને આંખોના તમામ રોગો દૂર થઈ શકે છે. આ સિવાય ગરમીના દિવસોમાં સત્તુ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. સત્તુ સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે. શેકેલા ચણા અને જવને પીસીને સત્તુ પાવડર તૈયાર કરવામાં આવે છે.

સત્તુ પેટ સંબંધી પરેશાનીઓને પણ દૂર કરે છે. સત્તુનુ સેવન પાચન સંબંધી પરેશાનીઓને દૂર કરે છે. તેને ખાવાથી એસિડિટીની સમસ્યા પણ દૂર થાય છે. સત્તુનુ શરબત અથવા શેક પીધા બાદ તમને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી.

સત્તુમાં મિનરલ્સ, આયરન, મેગ્નેશિયમ અને ફોસ્ફોરસ જેવા જરૂરી તત્વો હોય છે. જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો