આણંદમાં અચરજ પમાડતો કિસ્સો આવ્યો સામે: 25 વર્ષની પરિણીતા બાળક સાથે 18 વર્ષનાં પ્રેમીને મળવા બંગાળથી વિદ્યાનગર આવી અને પછી…

આણંદ વિદ્યાનગરમાં (Vidhyanagar, Anand) અચરજ પમાડતો કિસ્સો સામે આવ્યો છે. વિદ્યાનગરમાં રહેતા 18 વર્ષીય યુવકની 25 વર્ષની પરિણીત પ્રેમિકા (married lover) તેના ચાર વર્ષનાં બાળક સાથે બંગાળથી (Bengal to Anand) તેને મળવા આવી ગઇ હતી. જેમાં ઘણો જ હોબાળો મચ્યો હતો. આ પ્રેમિકાએ તેના 18 વર્ષનાં પ્રેમીનાં ઘરમાં રહેવાની જિદ કરી હતી જેના કારણે યુવાનનાં પરિવારે અભયમની (Abhayam) ટીમને કોલ કર્યો હતો. જે બાદ આ આખી ઘટના પ્રકાશમાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આ અંગે મળતી માહિતી પ્રમાણે, બંગાળી યુવતીને સોશિયલ મીડિયા અને એક મોબાઇલ ગેમ દ્વારા આ યુવક સાથે પરિચય થયો હતો. જોકે, યુવાન હજી 18 વર્ષનો હતો જેથી પરિવારે આ સંબંધને મંજૂર કર્યો ન હતો. જે બાદ તેમણે અભયમની મદદ માંગી હતી. જેથી યુવતીને અભ્યમની ટીમે સમજાવીને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપી હતી. તેના પતિને પણ આ અંગેની જાણ કરવામાં આવી હતી.

યુવતીએ અભયમ ટીમને જણાવ્યું હતું કે, તેનો પતિ હેરાન કરતો હતો. તેમજ તેના મા-બાપ આ દુનિયામં નથી. જોકે, યુવતીએ બધી જુઠ્ઠી વાતો જણાવી હતી. જે બાદ શાંતિ વાત કરીને યુવતીને વિશ્વાસમાં લીધી. જે બાદ યુવતીએ જણાવ્યું કે, તે પરણિત છે અને તેને ચાર વર્ષનું બાળક પણ છે. તે બાદ સામે આવ્યું કે, આ યુવકે જ યુવતીનું ટ્રેનમાં રિઝર્વેશન કરાવ્યું હતું. યુવકે એક શરત રાખી હતી એટલે પરિણીતા તેને મળવા આવી પહોંચી હતી. યુવકે કહ્યું હતું કે, પ્રેમિકા તેને મળવા આવે તો જ વાત કરશે. જેથી પ્રેમિકા પણ મળવા આવવા તૈયાર થઈ ગઈ હતી અને યુવકે રેલવેનું રિઝર્વેશન કરી આપતાં તે ટ્રેનમાં બેસીને તેના ઘરે આવી પહોંચી હતી.

થોડા દિવસો પહેલા આવી જ એક ઘટનાં મોડાસામાં પણ બની હતી. જેમાં એક પરિણીતા પોતાની 12 વર્ષની છોકરી અને પરિવારને મૂકીને પ્રેમીને મળવા ઘરેથી ભાગી ગઈ હતી, જ્યારે તેની સાથે એક 22 વર્ષની પરિણીતા પણ હતી કે જેને પણ ઓનલાઈન પ્રેમ થઈ જતા તે પણ સાથે જ ભાગી ગઈ હતી. બન્નેને પોલીસે શોધીને તેમના પરિવારને પરત સોંપી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો