ઘરમાં કોઈને ડાયાબિટીસ હોય તો ખાસ વાંચો, આ રીતે લોહીમાં બ્લડ શુગર વધતી અટકાવે છે તજ, બીજા પણ છે ઘણા ફાયદા

ડાયાબિટીસ એટલે એક એવી બીમારી જેમાં શરીર આપોઆપ બ્લડ શુગરને કંટ્રોલ કરી શકતું નથી. શરીર પૂરતુ ઈન્સ્યુલિન ઉત્પન્ન ન કરતું હોય તો એવા સંજોગોમાં તમે ભોજન લો તે પછી લોહીમાં શુગરની માત્રા વધી જાય છે. આથી ડાયાબિટીસના દર્દીઓએ પોતાના બ્લડ શુગર લેવલ પર નજર રાખવી ખૂબ જરૂરી બની જાય છે. આધુનિક જીવનશૈલીને કારણે ડાયાબિટીસ આજકાલ ઘણો કોમન રોગ બની ગયો છે. આવામાં એક ચમચી તજનો પાવડર તમને બી.પી-ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓથી છૂટકારો અપાવી શકે છે.

ડાયાબિટીસ બે પ્રકારનો હોય છે- ટાઈપ 1 અને ટાઈપ 2. ટાઈપ 2 ડાયાબિટીસમાં અમુક પ્રકારનું ડાયટ લેવું તમારા માટે જરૂરી બની જાય છે. તેમાં શુગર કંટ્રોલ રાખવા માટે તમારે દવા અને ઈન્સ્યુલિન ઈન્જેક્શનનો પણ સહારો લેવો પડે છે. તમને જાણીને નવાઈ લાગશે કે જો આ દવાઓ સાથે સાથે એક નાનકડો ઘરેલુ ઉપચાર કરવામાં આવે તો તે પણ ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં તમારી ઘણી મદદ કરી શકે છે.

તજનો પાવડર રક્તમાં પ્રવેશતા ગ્લુકોઝનું પ્રમાણ ઓછું કરવામાં મદદ કરે છે. આ વાત એક સંશોધનમાં પ્રકાશમાં આવી છે. ગ્લુકોઝ એક સામાન્ય શર્કરા છે જે તમારા લોહીમાં બને છે. તે લોહીમાં શુગરના ઊંચા પ્રમાણ માટે જવાબદાર છે. દરરોજ 1 ગ્રામ તજના પાવડરનું સેવન કરવામાં આવે તો પણ ઈન્સ્યુલિન પ્રત્યે શરીરની સંવેદનશીલતા વધી જાય છે અને ટાઈપ 2 ડાયાબિટીસ મેનેજ કરવામાં મદદ મળી શકે છે.

ડાયાબિટીસ કેર જર્નલમાં પ્રકાશિત ક્લિનિકલ સ્ટડીના પરિણામોમાં જાણવા મળ્યું કે એક, ત્રણ કે છ ગ્રામ તજ ખાવાથી મધ્યમ આયુષ્યના 60 ડાયાબિટીસ રોગીઓને 40 દિવસ બાદ ગ્લુકોઝ, ટ્રાઈગ્લિસરાઈડ, એલડીએલ એટલે કે બેડ કોલેસ્ટ્રોલમાં ઘટાડો જોવા મળ્યો હતો. ડાયાબિટીસના દર્દીઓએ તજને પોતાના ભોજનમાં શામેલ કરવા જોઈએ.

ટાઈપ ટુ ડાયાબિટીસ થાય ત્યારે તમારે બ્લડ શુગર કંટ્રોલ કરવી ખૂબ જરૂરી બની જાય છે. જો તે કંટ્રોલમાં ન રહે તો તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. તેનાથી હૃદયરોગ, સ્ટ્રોક જેવી સમસ્યા થઈ શકે છે. તજ તમને શુગર લેવલ કાબુમાં રાખવામાં મદદ કરી શકે છે. આ ઉપરાંત તજના બીજા પણ ફાયદા છે.

– અપચા, પેટમાં દુઃખાવો, છાતીમાં બળતરા થાય તો તમે તજ, સૂંઠ, જીરુ અને એલચી સરખી માત્રામાં લઈને પીસીને ગરમ પાણી સાથે લઈ શકો છો.

– તજ, કાળા મરીનો પાવડર, મધ વગેરે મિક્સ કરી ભોજન બાદ લેવાથી પેટમાં કોઈ તકલીફ થતી નથી.

– તજથી ગભરામણ થવી, ઉલ્ટી, ઝાડા વગેરે જેવી સમસ્યામાં રાહત મળે છે.

– કબજિયાત અને ગેસની સમસ્યાથી છૂટકારા માટે તમે તજના પત્તાના ચૂર્ણ અને કાઢો બનાવી સેવન કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો