શરદી, ખાંસી કે મોઢામાં ચાંદા પડી જવાની હોય સમસ્યા તો મિસરી ખાવ, સાથેજ થશે અઢળક ફાયદા

શરદી, ખાંસી કે મોઢામાં ચાંદા પડી જવાની હોય સમસ્યા તો મિસરી ખાવી. તેનાથી હિમોગ્લોબીન વધે છે અને ડાઈજેશન સારું રહે છે.

શરદી, ખાંસી કે મોઢામાં ચાંદા પડે તો કરો આ ઉપાય

મિસરી સામાન્ય રીતે દરેક ઘરમાં મળી રહે છે. તમે રેસ્ટોરાંમાં જાઓ તો પણ લંચ કે ડિનર બાદ તમને મુખવાસમાં મસિરી અપાય છે. તે એક રીતે માઉથ ફ્રેશનરનું કામ કરે છે. આ સિવાય તે અનેક પ્રકારની નાની મોટી સમસ્યાઓમાં પણ તમારી મદદ કરે છે. તો જાણો તેનાથી થતા ફાયદા વિશે.

મોઢામાં ચાંદા પડે ત્યારે

મોઢામાં ચાંદા થાય ત્યારે મિસરીને ચૂસવાથી લાભ થાય છે. તમે મિસરી અને એલચીને એક સરખા પ્રમાણમાં લો અને તેને સાથે મિક્સ કરીને તેનો પાવડર બનાવીને રાખો અને તેને ચાંદી પર હળવા હાથે લગાવો. તમને રાહત મળશે.

હિમોગ્લોબીન વધારે છે

મિસરીના રોજના સેવનથી હિમોગ્લોબીનનું લેવલ વધે છે. તેનું સેવન દિવસમાં 2-3 વાર કરવાથી રાહત મળે છે. બ્લડ સર્ક્યુલેશનને સારું રાખવામાં પણ તે મદદ કરે છે.

ડાઈજેસ્ટિવ સિસ્ટમને સારી રાખે છે

ડાઈજેસ્ટિવ સિસ્ટમને માટે મિસરીનું સેવન ફાયદો કરે છે. તમે તમારા ડાઈજેસ્ટિવ સિસ્ટમને સારી રાખવા ઈચ્છો છો તો તમે મિસરીની સાથે વરિયાળીને મિક્સ કરો અને લંચ અને ડિનર બાદ તેનો ઉપયોગ કરો. આ સિવાય તમે આ બંનેનો પાવડર પણ યૂઝ કરી શકો છો.

તાકાત માટે

મિસરીના સેવનથી શરીરને તાકાત મળે છે. આ સાથે શરીરમાં તાજગી પણ બની રહે છે. તેના માટે દિવસમા 3-4 વાર તમે મિસરીનું સેવન કરો તે લાભ દાયી છે.

શરદી અને ખાંસીના સમયે

જો તમને શરદી અને ઉધરસની સાથે ગળામાં ખરાશ છે તો તમે મિસરીનું સેવન કરો. તેને માટે તમે મિસરાની 10 અને કાળા મરીના 5 દાણા લો. તેનો પાવડર બનાવી લો અને સાથે બંનેને રાતે સૂતા પહેલાં લો.

આ રીતે મિસરીનું વિવિધ રીતે કરાતું સેવન હેલ્થને અનેક ફાયદા આપે છે. તો જાણો અને આજથી તમે પણ કરી લો ઉપયોગ.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો