સિંધવ મીઠાના ગજબના ફાયદા જાણો અને આજેજ ઉપયોગ શરુ કરો

સિંધવ સામાન્ય મીઠાનું પથ્થર સ્વરૂપે મળી આવતું ખનિજ છે. આને અંગેજીમાં રૉક સૉલ્ટ (ખડક મીઠું), હિન્દીમાં સેંધા નમક(सेंधा नमक), લાહોરી નમક(लाहौरी नमक) કહે છે. ખનિજ શાસ્ત્રમાં આ ખનિજને હેલાઈટ (Halite) કહે છે. રાસાયણ શાસ્ત્રમાં આને સોડિયમ ક્લોરાઈડ (NaCl) કહે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

પથ્થર સ્વરૂપે મળી આવતું આ ખનીજ મોટે ભાગે સફેદ કે પીળાશ પડતા રંગનું હોય છે. ક્યારેક અમુક અશુદ્ધિ મિશ્ર થતાં તેનો રંગ હળવો ભૂરો, જાંબુડી, ગુલાબી કે નારંગી પણ હોઈ શકે છે. ઐતિહાસિક રૂપે આ ખનિજ ભારતમાં સિંધ, પશ્ચિમ પંજાબ જેવા સિંધુ નદીના ક્ષેત્રોમાંથી આવતું હોવાથી આનું નામ સિંધવ પડ્યું છે

વજન ઘટાડવા માટે સિંધવ મીઠું ખૂબ જ કારગર સાબિત થઈ શકે છે. જો તમે તેનો ઉપયોગ કરવાની યોગ્ય રીત જાણી લો તો ઘણાં ફાયદાઓ મેળવી શકો છો. સિંધવ મીઠામાં એવા ગુણો રહેલાં છે જે વજન ઓછું કરવાની સાથે બોડીને ડિટોક્સ પણ કરે છે. સિંધવ મીઠું શુદ્ધ હોય છે કારણ કે તેમાં કોઈપણ કેમિકલ અથવા કોઈ અન્ય વસ્તુઓ મિક્સ કરવામાં આવતી નથી. આ પત્થરના રૂપમાં પણ મળે છે. આમાં કુદરતી રીતે અનેક ખનિજ તત્વો રહેલાં હોય છે. સિંધવ મીઠામાં સોડિયમ સહિત ફોસ્ફરસ, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, કોપર, સેલેનિયમ, બ્રોમિન અને આયોડીન જેવા તત્વો મળી રહે છે. આ જ કારણથી તે ઘણી બીમારીઓને પણ દૂર કરવામાં મદદ કરે છે. તો તમે પણ જાણો તેના ફાયદા.

ગરમ પાણીની સાથે લો સિંધવ મીઠું

રોજ સવારે 1 ગ્લાસ ગરમ પાણીમાં થોડું સિંધવ મીઠું મિક્સ કરીને પીવાથી મેટાબોલિઝ્મ બૂસ્ટ થાય છે અને પાચનતંત્ર પણ મજબૂત બને છે. જે વજન ઓછું કરવામાં મદદ કરે છે અને બોડીમાં જમા ફેટને ધીરે-ધીરે નીકાળી દે છે.

સિંધવ મીઠુંવાળા પાણીથી સ્નાન

વેટ લોસ માટેનો આ એક બેસ્ટ ઉપાય છે. સિંધવ મીઠુંવાળા પાણીમાં 15 મિનિટ આખા શરીરને ડુબાડી રાખો. તેના માટે 1 ટબમાં નવશેકું પાણી લઈને તેમાં સારી માત્રામાં સિંધવ મીઠું નાંખો. પછી આ પાણીમાં થોડીવાર રહો. આનાથી બોડી ડિટોક્સીફાઈ થાય છે અને વજન ઉતરે છે. આ પાણી ત્વચા સંબંધી બીમારીઓ દૂર કરવામાં પણ મદદ કરે છે. બોડી ડિટોક્સ થવાને કારણે બોડીમાં રહેલાં ટોક્સિન્સ પણ નીકળી જાય છે અને તેનાથી સ્કિન ગ્લો કરે છે અને મેટાબોલિઝ્મ પણ બૂસ્ટ થાય છે. સપ્તાહમાં 2-3વાર સિંધવ મીઠુંવાળા પાણીથી સ્નાન કરો.

સિંધવ મીઠાના અન્ય ફાયદા

પાચન સુધારે છે- સિંધવ મીઠાવાળું પાણી પીવાથી ખોરાક સરળતાથી પચી જાય છે. આ મોંમાં લાળવાળી ગ્રંથિને એક્ટિવ કરવામાં મદદ કરે છે, જેનાથી ખોરાક પચાવવાની પ્રક્રિયા વધુ સારી થાય છે.

અનિદ્રા- ઘણાં લોકોને તણાવને કારણે રાતે બરાબર ઊંઘ આવતી નથી. સિંધવ મીઠાવાળું પાણી પીવાથી સ્ટ્રેસ હોર્મોન્સ ઓછાં થાય છે અને તેનાથી અનિદ્રાનો પ્રોબ્લેમ દૂર થાય છે.

મસલ્સ પેઈન- મસલ્સ પેઈન થવા કે પછી હાડકાં સંબંધી સમસ્યાઓમાં સિંધવ મીઠું બહુ જ લાભકારક માનવામાં આવે છે.

પથરીની સમસ્યા- પથરીનો પ્રોબ્લેમ હોય તો પાણીમાં લીંબુનો રસ અને સિંધવ મીઠું મિક્સ કરીને પીવાની સલાહ આપવામાં આવે છે. આ ઉપાયથી પથરી ઓગળીને નીકળી જાય છે. પણ આ ઉપચાર કરતાં પહેલાં કોઈ વિશેષજ્ઞની સલાહ અવશ્ય લેવી…

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો