અનેક ગુણોથી ભરપૂર હોય છે અનાનસ, હાડકાથી લઇને હાર્ટની તકલીફો કરશે દૂર, જાણો અને શેર કરો

દરેક ફળ આપણા શરીરને અલગ અલગ માત્રામાં પ્રોટીન, ફાઇબર, મિનરલ્સ આપે છે. અનાનસ પણ પોતાના ગુણોથી તમારા સ્વાસ્થ્યને સ્વસ્થ રાખે છે.

અનાનસનું ખાટું-મીઠું ફળ ઘણા લોકોનું ખૂબ ફેવરિટ હોય છે. આ ખાટો-મીઠો સ્વાદ ધરાવતું અનાનસ આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ઉપયોગી છે, તેમાં નહિવત્ માત્રામાં ફેટી એસિડ હોય છે, જ્યારે કેલ્શિયમ, ફાઇબર અને વિટામિન-સી ભરપૂર માત્રામાં હોય છે. જો નિયમિત અનાનસનું સેવન કરવામાં આવે તો તેના કારણે આપણા સ્વાસ્થ્યને અનેક પ્રકારના ફાયદા થાય છે.

કેવીટીથી બચવા
અનાનસમાં એસિડિકગુણો હોવાથી તેનું સેવન કરવાના કારણે તમારા મોંની અંદર રહેલા બધા જ બેક્ટેરિયા નાશ પામે છે. તેથી દાંતમાં થતી કેવીટીની સમસ્યામાંથી છુટકારો મળે છે.

હાડકાંને મજબૂત બનાવવાં
અનાનસની અંદર ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોય છે, જે તમારાં હાડકાંને મજબૂત બનાવવામાં મદદરૂપ છે. આ ઉપરાંત તેનું સેવન કરવાના કારણે તમને ભરપૂર માત્રામાં એનર્જી મળી રહે છે. જો દિવસ દરમિયાન એક ગ્લાસ અનાનસના જ્યૂૂસનું સેવન કરવામાં આવે તો તમને એક દિવસ દરમિયાન જરૂરી એવાં મેગ્નેશિયમ-કેલ્શિયમ સરળતાથી મળી રહે છે.

એન્ટિઓક્સિડેન્ટનો ઉચ્ચ સ્રોત
અનાનસમાં વિટા‌મિન-સી ભરપૂર માત્રામાં હોય છે. આ ઉપરાંત એની અંદર ભરપૂર માત્રામાં એ‌િન્ટઓક્સિડેન્ટ હોય છે. તેનું સેવન તમારા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે. શરદીના કારણે થયેલા સંક્રમણથી પણ બચી શકાય છે.

સ્વાસ્થ્ય માટે અનાનસ
અનાનસની અંદર અનેક એવાં પોષકતત્ત્વો હોય છે, જે તમને શરદી-ઉધરસ-ગળામાં સોજો અને વાની સમસ્યા દૂર કરવામાં ફાયદાકરક સાબિત થાય છે

આંખો માટે છે ઉપયોગી
અનાનસની અંદર ભરપૂર માત્રામાં વિટામિન-એ હોય છે, જે તમારી આંખોની દરેક સમસ્યાઓને દૂર કરવામાં ઉપયોગી સાબિત થાય છે. એક રિસર્ચ અનુસાર જો દિવસમાં ત્રણ વખત ખાવામાં આવે તો તેના કારણે તમારી આંખોની રોશનીમાં પણ વધારો થાય છે.

હૃદયને સ્વસ્થ રાખવા માટે
અનાનસની અંદર મળી આવતું એન્ટિઓક્સિડેન્ટ શરીરની અંદર રહેલા કોલેસ્ટ્રોલના લેવલને ઘટાડે છે, જેથી તમારું હૃદય યોગ્ય રીતે કાર્ય કરે છે અને સ્વસ્થ રહે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો