લીંબૂનો રસ કાઢીને છાલ ફેંકી દેતા હોવ તો એકવાર વાંચી લેજો એના ફાયદા, દાંતની બિમારીઓમાં આપે છે રક્ષણ.

ઉનાળામાં લીંબુનો વપરાશ વધી જાય છે. લીંબુ શરબતમાં કે પછી ખાદ્ય પદાર્થોમાં નાંખવામાં આવે છે. દ્રાક્ષ અને નારંગીની જેમ લીંબુ સાઇટ્રિક ફળ છે. સામાન્ય રીતે તો આપણે લીંબુના પલ્પ અને જ્યૂસનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને લીંબુની છાલ આપણે ફેંકી દઈએ છીએ.

લીંબુની છાલના પણ ઘણા ફાયદાઓ છે. લીંબુમાં બાયોએક્ટિવ કોમ્પોનેન્ટ્સનું વિપુલ પ્રમાણ જોવા મળે છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી છે. લીંબુની છાલમાં ફાઇબર અને વિટામિન સી સાથે કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ પણ જોવા મળે છે. આ ઉપરાંત તેમાં રહેલા ડી લિમોનેન કોમ્પોનેન્ટ્સ સ્વાસ્થ્યને ઘણી અસર કરે છે.

દાંતને બીમારીઓથી રક્ષણ આપે
લીંબુની છાલમાં મળી આવતા ખાસ પ્રકારના એન્ટી બેક્ટેરિયલ દાંતમાં કેવિટી અને ગમ ઇન્ફેક્શનને દૂર કરે છે. લીંબુની છાલમાં પાવરફુલ એન્ટી-બેક્ટેરિયલ ઘટકો હોય છે. જે મોઢાના રોગોનું કારણ બને તેવા બેક્ટેરિયાનો નાશ કરવા સક્ષમ હોય છે.

એન્ટી ઓક્સિડેન્ટ ગુણ
લીંબુની જેમ તેની છાલમાં પણ મોટા પ્રમાણમાં એન્ટી ઓકિસડેન્ટ છે. તે એક પ્લાન્ટ કોમ્પોનેન્ટ્સ છે અને શરીરમાં થતા ફ્રી રેડિકલ્સથી સેલ્યુલર ડેમેજને બચાવે છે. લીંબુની છાલ હૃદયરોગમાં પણ સુરક્ષા આપે છે. સ્કિન એજિંગ પ્રક્રિયા પણ ધીમી પાડે છે. લીંબુની છાલમાં હાજર એન્ટી ઓકિસડેન્ટસ ત્વચાને ડિટોક્સિફાઇ કરીને ત્વચાના આરોગ્યની સંભાળ રાખે છે. લીંબુની છાલ કરચલીઓ, ખીલ, અને ડાઘ ધબ્બા સામે ખૂબ ફાયદાકારક છે.

રોગપ્રતિકારક શક્તિ બૂસ્ટ કરે
લીંબુની છાલનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. તેનો ઉપયોગ કરવાથી સિઝનલ ફ્લૂ, ખાંસી, શરદી વગેરેથી રક્ષણ મળે છે. જો દરરોજ એકથી બે ગ્રામ વિટામિન સીનું સેવન કરવામાં આવે તો સામાન્ય શરદી થવાની શક્યતામાં આઠ ટકાનો ઘટાડો થાય છે.

હૃદય માટે ઉત્તમ
લીંબુની છાલનાં સેવનથી હૃદય તંદુરસ્ત રહે છે. તેમાં રહેલું ડી લેમોનેટ બ્લડ-શુગર અને બેડ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે. ગુડ કોલેસ્ટ્રોલને વધારે છે. પરિણામે હૃદય વધુ સારી રીતે કામ કરે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો