હિમોગ્લોબિન ઓછુ થઇ જતું હોય તો કરો કિસમિસનું સેવન, રોજ પલાળીને કિસમિસ ખાવાથી થશે અઢળક ફાયદા

કિસમિસનો ઉપયોગ ડેઝર્ટ કે મીઠાઇઓમાં સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફાઇબર, કેલ્શિયમ અને વિટામિન જેવાં પોષક તત્વોથી ભરપુર કિસમિસ આરોગ્ય માટે કોઇ રામબાણ ઇલાજથી ઊતરતી નથી. આજે અમે તમને જણાવીએ છીએ કે કિસમિસનું સેવન તમારી ઘણી બીમારીઓ દૂર કરી શકે છે.

કિસમિસ કેવી રીતે ખાશો

આ માટે એક ગ્લાસ પાણીમાં 8થી 10 કિસમિસ પલાળીને રાતે મૂકી દો. સવારે તેને સારી રીતે નિચોવીને તે કિસમિસ ખાઇ લો અને પાણી પી લો. પાણી ન પીવું હોય તો ફેંકી દો. અથવા કિસમિસને બરાબર ફેંટીને તે પાણી પી જાવ.

લોહીની કમી કરે પૂરી

આયર્ન ઉપરાંત કિસમિસમાં વિટામિન બી કોમ્પ્લેક્સ પણ ઘણી માત્રામાં હોય છે. તે રેડ બ્લડ સેલ્સ બનાવવામાં મદદરૂપ છે. આવા સંજોગોમાં નિયમિત તેનું સેવન શરીરમાં લોહીની કમી થવા દેતું નથી.

ડાયાબિટીસમાં ફાયદાકારક

કિસમિસમાં નેચરલ શુગર હોય છે. આવા સંજોગોમાં ડાયાબિટીસના દર્દીઓ બેફિકર થઇને તેનું સેવન કરે છે.

લિવર ડિટોક્સ

કિસમિસ શરીરમાંથી અને લિવરમાંથી ઝેરીલા પદાર્થ બહાર કાઢે છે અને રોજ કિસમિસનું પાણી પીવાથી લિવર સ્વસ્થ રહે છે.

સારું ડાઇજેશન

કિસમિસમાં ભરપુર ફાઇબર હોય છે. તે પેટને સ્વસ્થ અને પાચનને યોગ્ય રાખે છે. સાથે સાથે જૂની કબજિયાત પણ દુર થાય છે.

ઇમ્યૂનિટી પાવર વધારે

કોરોના કાળમાં ઇમ્યૂનિટી વધારવા માટે કિસમિસ અસરકારક અને સસ્તો નુસખો છે. તેનાથી તમે બેક્ટેરિયલ અને વાઇરલ ઇન્ફેક્શનથી બચી શકશો.

હાઇપરટેન્શન

પોટેશિયમથી ભરપુર હોવાના કારણે કિસમિસ હાઇપરટેન્શનના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે. તેનાથી હાઇ બીપી પણ કન્ટ્રોલમાં રહે છે.

તણાવ રાખે દૂર

ડિપ્રેશનનું સૌથી મોટું કારણે સ્ટ્રેસ છે. જો તમે વધુ સમય સુધી સ્ટ્રેસમાં રહો તો તમને ડિપ્રેશન આવી શકે છે. રોજ કિસમિસનું સેવન કરશો તો તમે તણાવથી દૂર રહી શકશો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો